Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯ ૯
૧૨/૩૭૨ ક્ષેત્ર છે તે શોભન પ્રીતિકર છે. તારા જેવા શુદ્ર જાતીય નહીં. શુદ્રમતિત્વથી જ વેદાદિ વિધાથી બહિસ્કૃત છે. આમ કહેતા, તેમને યક્ષે ઉત્તર આપ્યો -
• સૂત્ર - ૩૭૩ -
જેનામાં ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ છે, તેઓ બ્રાહમણ જાતિ અને વિધાથી રહિત પાપયુક્ત ક્ષેત્રો છે.
• વિવેચન - ૩૭૩ -
ક્રોથ - રોષ, માન - ગર્વ, ચ શબ્દથી માયા અને લોભ, વઘ - પ્રાણીઘાત, મૃષા - અસત્ય ભાષણ, અદતા દાન, ચ શબ્દથી મૈથુન, પરિગ્રહ - ગો-ભૂમિ આદિનો સ્વીકાર છે. તમે બ્રાહાણો આ ક્રોધાદિથી યુક્ત છો, જાતિ અને વિધાથી રહિત છો. ચારે વર્ણની વ્યવસ્થા ક્રિયા અને કર્મ વિભાગથી છે. તેથી કહે છે કે - બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય. જેમ શિલ્પથી શિલ્પી થાય, અન્યથા ઇંદ્ર ગોપકીટકવતું નામ માત્ર છે. એવા પ્રકારની બ્રહ્મચર્યરૂપ ક્રિયા કોપાદિ યુક્તને તત્ત્વથી સંભવતી નથી, તેથી જાતિ સંભવ નથી. તથા વિધા પણ સત્ શાસ્ત્રરૂપ છે. બધાં જ સત્ શાસ્ત્રોમાં અહિંસાદિ પાંચ કહ્યા છે. તે અહિંસાયુક્ત પણું તેના જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ અને સગાદિનો અભાવ છે. - *- x- પણ તમારા જેવા અગ્નિ આદિનો આરંભ કરનાર, ક્રોધાદિવાળાને રાગાદિના અભાવનો સંભવ નથી. - - -
તેથી તે તમે જણાવેલા બ્રાહણ લક્ષણ ક્ષેત્રો અતિ પાપવાળા જ છે, પણ શોભન નથી, કેમકે ક્રોધાદિયુક્તતાથી અતિશય પાપ હેતુ પણ છે.
કદાચિત તેઓ એવું કહે કે, “વેદ વિધાના અમે જ્ઞાતા છીએ. તેથી જ બ્રાહ્મણ જાતિ છે, તેથી કઈ રીતે જાતિ વિધા રહિત છીએ ?
• સૂત્ર - ૩૭૪ -
હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો. છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષા સમભાવપૂર્વક ઉંચ-નીચ ઘરોમાં જાય છે, તેઓ જ પુન્ય ક્ષેત્ર છે.
• વિવેચન - ૩૭૪ -
તમે આ લોકમાં ભારને ધારણ કરનારા છો. અથવા ભારવાહક છો. કોનો ? વાણીનો. પ્રક્રમથી વેદ સંબંધી વાણીનો તેમને ભારધારક કે ભારવાહી કેમ કહો છો? કેમકે તમે અર્થને જાણતા નથી. કદાચ ઋગ્વદ આદિનું અધ્યયન કરેલ હોય તો પણ અર્થજ્ઞાનથી અજ્ઞાન છો. - x- x x x- તમારા જ વેદ પાઠો મુજબ પણ તમે તત્ત્વથી વેદ વિધાવિદ્ થતાં નથી. તો પછી કઈ રીતે જાતિ વિધા સંપન્નત્વથી તમે “ક્ષેત્રભૂત” છો? તો પછી તમારા અભિપ્રાયથી તે ક્ષેત્રો કયા છે ?
ઉચ્ચ-નીચ અર્થાત ઉત્તમ અને અધમ, તેને મુનિઓ ભિક્ષા નિમિત્તે ચરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org