Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ઘરોમાં ભ્રમણ કરે છે. પણ તમારી જેમ મનિઓ રાંધવું આદિ આરંભમાં પ્રવૃત્ત નથી. તેથી પરમાર્થથી તો તેઓ જ વંદના અર્થને જાણે છે. કેમકે ત્યાં પણ કૈક્ષવૃત્તિથી જ સમર્થિતપણે છે. તેથી વેદાનુવાદી કહે છે - “માધુકરી વૃત્તિને માટે સ્વેચ્છકુળોમાં પણ વિચરે. • x
અથવા - ઉચ્ચ અને નીચ અર્થાત્ વિકૃષ્ટ અને અવિકૃષ્ટ પણાથી વિવિધ પ્રકારના તપો છે. અથવા ઉચ્ચવતો તે બાકીના વ્રતોની અપેક્ષાથી મહાવ્રતો છે. જે વ્રતો મુનિઓ ચરે છે - સેવે છે. વળી તમે અજિતેન્દ્રિય પણ નથી અથવા અશીલો છે તે જ મુનિ લક્ષણ ક્ષેત્ર શોભન છે.
એ પ્રમાણે યક્ષે અધ્યાપકને નિમુખી કરાયેલો જોઈને, તેના છાત્રો ત્યારે આ પ્રમાણે બોલ્યા કે -
• સૂત્ર - ૩૫ -
અમારી સામે પ્રાધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિગ્રન્થ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન-જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ.
- વિવેચન - ૩૫ -
અધ્યાપન કરાવે - ભણાવે તે અધ્યાપક - ઉપાધ્યાય, તેમની પ્રતિકૂળ બોલે છે, તે પ્રતિકૂળભાષી. પ્રકર્ષથી બોલે છે, તમને ધિક્કાર છે. અમે ક્ષમા કરીશું કે નહીં કે જે તું અમારી સમીપે આ પ્રમાણે બોલે છે. આ અન્ન પાન જે દેખાઈ રહ્યા છે તે ભલે કોહવાઈ જાય, સ્વરૂપથી હાનિને પામે સડી જાય, પણ તને આપીશું નહીં. હે નિર્ગળ્યા નિકિંચન તું ગુરુ પ્રત્યનિક છે. અર્થાત જો પ્રત્યેનીક ન હોત તો કદાચ અનુકંપાથી કંઈક અંતરાંત અમે આપત. ત્યારે યક્ષે તેને કહ્યું -
• સૂત્ર - ૩૬ -
હું સમિતિમાં સુસમાહિત છું, ગુતિથી ગુ છું, જિતેન્દ્રિય છું. આમ એષણીય આહાર જે તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞનો તમને શું લાભ થશે ?
• વિવેચન - ૩૭૬ :
સમિતિ - ઇર્યાસમિતિ આદિ મારામાં સારી રીતે સમાહિત છે. ગુણિ - મનોગતિ આદિ વડે ગુણિવાનું, જિતેન્દ્રિય છું. જો મને એટલે કે વ્યવહિત ક્રિયા પ્રતિ સમાહિતને તમે નહીં આપો, શું? આ એષણાવિશુદ્ધ અન્ન આદિ કંઈ નહીં આપો તો આજે આ જે યજ્ઞ છે, તે આ આબ્ધ યજ્ઞોનું અથવા હે આર્યો ! યજ્ઞોનું પુન્યપ્રાણિરૂપ ફળ તમને કંઈ નહીં મળે. કેમકે પાત્રમાં દાનથી જ વિશિષ્ટ પુન્ય પ્રાપ્તિ થાય છે, અન્યત્ર તથાવિધ ફળના અભાવથી દેવાય તો હાનિ જ થવાની. કેમકે અપાત્રને દેવથી માત્ર નાશ જ થવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org