Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩ર૯ -
જે વિધાહીન છે, (વિધાવાન હોવા છતાં) સહકારી, લુબ્ધ, અનિગ્રહ, વારંવાર અસંબદ્ધ બોલનાર છે, તે અબહુશ્રુત છે.
• વિવેચન - ૩૨૯ •
જે કોઈ વિધાથી રહિત હોય - સમ્યફ શાસ્ત્રના અવગમ વગરનો એટલે કે નિર્વિધ હોય, એfપ શબ્દથી વિધવાળો હોય, તો પણ જે અહંકારી છે, રસ આદિ ગૃદ્ધિવાળો છે, જેને ઇંદ્રિયનું નિયમન વિધમાન નથી તેવો અનિગ્રહ, વારંવાર પ્રાબલ્યથી અસંબદ્ધ ભાષિતાદિ રૂપથી બોલ બોલ કરે છે, વિનપરહિત છે. તેના નિત્ય અભિસંબંધથી તે અબહુશ્રુત કહેવાય છે. વિધા સહિત હોવા છતાં તેનું અબહુશ્રુતત્વ બાહઋત્ય ફળના અભાવથી છે, તેમ વિચારવું. આનાથી વિપરીત અર્થથી “બહુશ્રુત' કહેવાય છે.
આવું બહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? • સૂત્ર - ૩૩૦ થી ૩૩ર -
પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય - અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ... આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે - (૧) હસી મજાક ન કરે, (૨) સાદા દાંત રહે. (૩) મદઘાટન ન કરે. (૪) આશીલ ન હોય. (૫) વિશીલ ન હોય. (૬) અતિલોલુપ ન હોય. (૭) અકોલી હોય. (૮) સત્યરત હોય.
• વિવેચન - ૩૩૦ થી ૩૩ર -
પાંચ સંખ્યક સ્થાનોમાં કર્મવશ જીવો રહે છે, તે સ્થાનો. તેથી - કહેવાનાર હેતુ વડે શિક્ષણ તે શિક્ષા - ગ્રહણ આસેવનરૂપ પામતા નથી. તેના વડે આવા પ્રકારે અબહુશ્રુતત્વ પામે છે. કોના વડે તે પ્રાપ્ત ન થાય? માનથી, કોપથી, મધવિષયાદિ પ્રમાદથી, કુષ્ઠાદિ રોગથી, આળસથી શિક્ષા ન પામે. આના સમસ્ત કે વ્યસ્ત હેતુત્વને જણાવે છે.
આ અબહઋતત્વ હેતુને જણાવિને હવે બહુ ઋતત્વ હેતુ કહે છે- આઠ સ્થાનો વડે શિક્ષામાં સ્વભાવ જેને છે કે શીક્ષાનો અભ્યાસ કરે છે તે શિક્ષાશીલ - બે પ્રકારે શિક્ષા અભ્યાસ કરેલ. તીર્થકર, ગણધરાદિ વડે કહેવાયેલ છે, તે જ કહે છે - (૧) ન હસવાના સ્વભાવવાળો, સહેતુક કે અહેતુક હસતા નથી. (૨) સર્વકાળ ઇંદ્રિય અને નોઇંદ્રિયને દમનાર, (૩) બીજાને અપભ્રાજનાકારી કુલિત જાતિ આદિનું ઉદ્ઘાટન ન કરે. (૪) શીલ રહિત કે સર્વથા વિનષ્ટ ચાસ્ત્રિ ધર્મ ન હોય. (૫) વિરૂપશીલ, અતિયાર કલુષિત વ્રતવાળા ન હોય. (૬) અતિ રસ લંપટ ન હોય. (૭) અપરાધી કે નિરપરાધી પ્રત્યે કથંચિત ક્રોધ ન કરે. (૮) સત્ય - અવિતથ ભાષણમાં રક્ત. આ આઠ ગુણોવાળો શિક્ષાશીલ કહેવાય છે. તે જ બહુશ્રુત થાય છે.
અહીં સ્થાનના પ્રકમમાં આ પ્રમાણે અભિધાન ધર્મ અને ધર્મના કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org