Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૧૦ ભૂમિકા
૬ ૯
પ્રતિક્રમણ કર્મ કરીને સમાધિ પ્રાપ્ત કરીને તે પુંડરીક અણગાર કાળ માસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહમાં મોક્ષે જશે.
તેથી (હે વૈશ્રમણ લોકપાલ !) તું મારા દુર્બળત્વ કે બલિત્વ તરફ ધ્યાન ન દે. જેમ તે કંડરીક દુર્બળતાથી આર્ત્ત, દુઃખાત્ત અને વશાત્ત થઈને સાતમી નારકીમાં ઉત્પન્ન થયો. પુંડરીક પરિપૂર્ણ ગોળ મટોળ હોવા છતાં સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. તેથી હે દેવાનુપ્રિય ! બલીષ્ઠ કે દુર્બળ એ અહીં કારણ નથી, ધ્યાનથી નિગ્રહ કરવો કેમકે તે જ પરમ પ્રમાણ છે.
ત્યારે તે વૈશ્રમણ - ‘અહો ! ભગવંત ગૌતમે મારા મનોગતભાવને જાણી લીધા” એમ વિચારી અતી સંવેગ પામી, વાંદીને ગયો.
કેટલાંક કહે છે - તે ભકદેવ હતો.
ત્યારે ગૌતમ સ્વામી પ્રભાતે ચૈત્યોને વાંધા, નીચે ઉતરે છે, ત્યારે તે તાપસો કહે છે - તમે અમારા આચાર્ય, અમે તમારા શિષ્યો, ગૌતમ સ્વામી કહે છે - અમારા અને તમારા આચાર્ય ત્રિલોકના ગુરુ છે.
તાપસોએ પૂછ્યું - આપને પણ બીજાં આચાર્ય છે ? ત્યારે ગૌતમ સ્વામી ભગવંતના ગુણોની સ્તવના કરે છે. તે તાપસોએ દીક્ષા લીધી. દેવતા વડે વેશ આપવામાં આવ્યો, ત્યારે તેઓ ગૌતમ સ્વામી સાથે નીકળ્યા. ભિક્ષાવેળા થઈ, ગૌતમ સ્વામીએ પૂછ્યું - શું લાવું ? તેઓ બોલ્યા - ખીર. ગૌતમ સ્વામી સર્વલબ્ધિ સંપૂર્ણ હતા. પાત્રને મધુસંયુક્ત ખીરથી ભરીને આવ્યા. ત્યારપછી કહ્યું કે - બધાં ક્રમથી બેસી જાઓ. તેઓ બેસી ગયા. ગૌતમ સ્વામી અક્ષીણમહાનસિક લબ્ધિ-ધારી હતા. તેઓ ધરાઈ ગયા. તે સારી રીતે આવર્જિત (આકર્ષિત) થયા. પછી ગૌતમે સ્વયં આહાર કર્યો.
ત્યારપછી ફરી ત્યાંથી વિહાર કર્યો. તેઓમાં જે સૈવાલભક્ષી હતા. તેમને જમતી વેળા જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્તના વર્ગમાં છત્રાતિછત્ર જોતાં કેવળજ્ઞાન થયું. કૌડિન્ય વર્ગમાં ભગવંતને જોઈને કેવળજ્ઞાન થયું.
ગૌતમ સ્વામી આગળ ભગવંતને પ્રદક્ષિણા કરે છે, તે તાપસો પણ કેવલીની પર્ષદામાં ગયા. ગૌતમ સ્વામી બોલ્યા - આ સ્વામીને વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ગૌતમ સ્વામી આવીને “મિચ્છામિ દુક્કડં” કરે છે.
ત્યારે ગૌતમ સ્વામીને ઘણી બધી અવૃતિ થઈ. ભગવંતે ત્યારે ગૌતમ સ્વામીને પૂછ્યું - શું દેવોનું વચન ગ્રાહ્ય છે કે જિનોનું ? ગૌતમે કહ્યું - જિનવરનું. તો પછી શા માટે અધૃતિ - ખેદ કરે છે ?
ત્યારે ભગવંત ચાર પ્રકારે કટ સાદડીની પ્રજ્ઞાપના કરે છે. તે આ પ્રમાણે - શુંબકટ, વિદલકટ, ચર્મકટ અને કંબલકટ. એ પ્રમાણે ભગવંત પણ ગૌતમ સ્વામીને આશ્રીને કંબલકટ સમાન હતા. (વળી) હે ગૌતમ ! તું મારો ચિર સંસૃષ્ટ છે યાવત્
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-