Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૧૦ ભૂમિકા
૬ ૫
દીક્ષા લે છે. વિશેષ એ કે ચૌદપૂર્વે ભણ્યા. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ, મહાતપ આદિ કરતાં ઘણાં વર્ષો શ્રામણ્યને પાળીને માસિકી સંલેખના કરીને ૬૦ ભક્તોને છેદીને યાવત્ સિદ્ધ થયા.
કોઈ દિવસે તે સ્થવિરો પૂર્વાનુપૂર્વીથી વિચરતા યાવત્ પુંડરીકિણી નગરીમાં પધાર્યા, પર્ષદા નીકળી, ત્યારે તે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજની સાથે આ વૃત્તાંત જાણીને હર્ષિત થયા યાવત્ ત્યાં ગયા. ધર્મકથા સાંભળી, યાવત્ તે પુંડરીકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો યાવત્ પાછો ફર્યો અને શ્રાવક થયો.
ત્યારે તે કંડરીક યુવરાજે સ્થવિરો પાસે ધર્મ સાંભવ્યો, તે હર્ષિત થયો. યાવત્ જે પ્રમાણે આપ કહો છો, તેમ જ છે. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! પુંડરીક રાજાને પૂછીને આવું. ત્યાર પછી દીક્ષા લઉં. સ્થવિરોએ કહ્યું - જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે કંડરીક યાવત્ સ્થવિરોને પ્રણામ કરીને, સ્થવિરોની પાસેથી નીકળે છે. નીકળીને તે જ ચાતુર્ઘટ અશ્વરથ ઉપર આરૂઢ થાય છે. યાવત્ પાછો આવે છે. આવીને જ્યાં પુંડરીક રાજા છે ત્યાં આવે છે. બે હાથ જોડીને યાવત્ પુંડરીક રાજાને એ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે મેં સ્થવિરોની પાસે યાવત્ ધર્મ સાંભળેલ છે. તે ધર્મ ઇપ્સિત છે, પ્રતીપ્સિત છે. અભિરુચિત છે. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભય પામ્યો છું. હું આપની અનુજ્ઞા પામીને સ્થવિરોની પાસે યાવત્ દીક્ષા લેવા ઇચ્છુ છું.
ત્યારે તે પુંડરીક રાજા આ પ્રમાણે બોલ્યો - હે દેવાનુપ્રિય ! તું હમણાં સ્થવિરોની પાસે યાવત્ દીક્ષા ન લે. હું પહેલાં તને મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યો નહીં, મૌન જ રહ્યો. ત્યાર પછી કંડરીકે પુંડરીક રાજાને બે-ત્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! હું યાવત્ દીક્ષા લેવાને ઇચ્છુ છું.
ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને જ્યારે વિષયાનુકૂલ એવી ઘણી આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે પણ સમજાવી શકવા સમર્થ ન થયો, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ ભય-ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતો આ પ્રમાણે બોલ્યો - હે જાતક ! એ પ્રમાણે નિશ્ચે આ સત્ય, અનુત્તર, કૈવલિક નિગ્રન્થ પ્રવચનમાં તથા પ્રતિક્રમણમાં બધાં દુઃખોનો અંત કરે છે, પરંતુ આ જિન પ્રવચન સર્પની જેમ એકાંત દૃષ્ટિવાળું, અસ્તરાની જેમ એકાંત ધારવાળુ, લોઢાના જવ ચાવવા સમાન, રેતીના કવલની જેમ આસ્વાદ રહિત, ગંગા મહાનદી માફક પ્રતિશ્રોત ગમન રૂપ, મહાસમુદ્રની જેમ ભુજાઓ વડે તરવું દુષ્કર, તીક્ષ્ણ એવી અસિની ધાર ઉપર ચાલવા સમાન અને તપનું આચરણ કરવા પણે છે.
વળી શ્રમણ નિગ્રન્થોને પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, ન કલ્પે
-
આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિ, ક્રીત, પ્રામિત્ય, આચ્છેધ, અનિઃસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત,
38/5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org