Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯/૨૪૩, ૨૪૪
૦ સૂત્ર - ૨૪૩, ૨૪૪ -
પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી... બધી બાજુથી હું એકલો જ છું” એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારથી સુખ જ સુખ છે. ૭ વિવેચન ૨૪૩, ૨૪૪ -
ત્યા
-
પરિહરેલ છે પુત્ર અને પત્ની જેણે તે તથા તેને, તેથી જ કૃષિ, પશુપાલનાદિ ક્રિયાને પરિહરેલ ઉક્તરૂપ ભિક્ષુને પ્રિય - ઇષ્ટ કંઈપણ નથી અને અપ્રિય અનિષ્ટ પણ કંઈ નથી. કેમકે પ્રિય કે અપ્રિય વિભાગના અસ્તિત્વમાં જ પુત્ર, પત્ની આદિનો ત્યાગ ન જ કરેલો જાણવો. તે બંને જ અતિપ્રતિબંધ વિષયપણે છે. આના વડે “કાંઈ નથી” એ વાતનું સમર્થન કરેલ છે, તે સ્વકીયત્વ જ પુત્રાદિના અત્યાગથી આસક્તિ થાય, તેથી તેનો નિષેધ કર્યો. એવું હોય તો સુખેથી વસવું કે જીવવું કઈ રીતે થાય ? તે કહે છે - મુનિને ઘણું કલ્યાણ કે સુખ બાહ્ય અત્યંતર બંને રીતે અણગારપણામાં છે અથવા સ્વજન અને પરિજનથી વિપ્રમુક્ત અને “હું એકલો છું” એવી એકત્વ ભાવનારૂપ પર્યાલોચન કરતો (સાધુ કલ્યાણ કે સુખને પામે).
- * - * -
૦ સૂત્ર - ૨૪૫, ૨૪૬ આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! પહેલાં તું નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ (બનાવીને પછી દીક્ષા લો).
.
-
Jain Education International
♦ વિવેચન - ૨૪૬
-
પ્રકર્ષથી મર્યાદા વડે કરે છે તેને તે પ્રકાર - ધૂળ અને ઇંટો આદિથી વિરચિત કરીને, ગોપુર - ગાય વડે પૂરાય છે તે, પ્રતોલી દ્વારો, ગોપુરના ગ્રહણથી આગળીયો, બારણા આદિ પણ લેવા. અટ્ટાલક પ્રાકાર કોષ્ઠકની ઉપર રહેલા આયોધન સ્થાનો. ખાઈ - પર સૈન્યને પાડવા માટે ઉપરથી ઢાંકેલ ખાડો. શીગધ્ન - સો ને હણે તેવું યંત્ર વિશેષરૂપ. એ પ્રમાણે બધુ જ નિરાકુલ કરીને જા. ક્ષતથી રક્ષણ આપવા માટે ક્ષત્રિય, તે સંબોધન છે. હેતૂપલક્ષણ આ છે - જે ક્ષત્રિય છે, તે નગર રક્ષા માટે પ્રવૃત્ત હોય. • સૂત્ર - ૨૪૭ થી ૨૫૦ -
-
૫૧
- - - * .
આ અર્થને સાંભળીને નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું • શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન વન કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબુત પ્રકાર બનાવીને... પરાક્રમને ધનુપ્, ઇસિમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને.... તપરૂપી બાણોથી યુક્ત ધનુથી કર્મરૂપી કવચને ભેદીને અંતયુદ્ધનો વિજેતા મુનિ સંસારથી મુક્ત થાય છે.
૭ વિવેચન - ૨૪૭ થી ૨૫૦
શ્રદ્ધા - તત્ત્વરુચિ રૂપા સંપૂર્ણ ગુણ આધારપણાથી, નગરી કરીને - હ્રદયમાં
6
For Private & Personal Use Only
·
-
www.jainelibrary.org