Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪ ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ચારે પ્રત્યેકબદ્ધ વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં દેવકુલને ચાર દ્વારો હતા. પૂર્વથી કરકંડૂ પ્રવેશ્યા, દક્ષિણથી દુર્મુખ, કેમ સાધુની પરાગમુખ રહેવું એમ વિચારી તે વ્યંતરના દક્ષિણ પડખે મુખ કરીને રહ્યા. નમિ પશ્ચિમથી આવ્યા, ગાંધાર ઉત્તરથી પ્રવેશ્યા.
- તેમાં કરકંડૂ પાસે બાલ્યપણાથી કંડૂ હતી, તે કંડૂ લઈને બંને કાન ખંજવાળે છે. પછી તેણે કંડૂ ભેગી કરીને ગોપવી દીધી. તે દુર્મુખે જોયું. તે બોલ્યા- રાજ્ય આદિ બધું છોડ્યું પણ એક કંડૂનો ત્યાગ કરી શકતા નથી. યાવત્ કરકંડૂએ તેનો ઉત્તર ન આપ્યો. નમિ આ વચન બોલ્યા કે - તમારા પૈતૃક રાજ્યમાં ઘણાં નોકર હતા. તું નોકર બનીને બીજાનું કેમ ધ્યાન રાખે છે? ત્યારે ગાંધારે કહ્યું - બધાંનો ત્યાગ કર્યો - તો બીજાની ગહકેમ છોડતા નથી? કઠંડુ ત્યારે બોલ્યા- રોષ ન કરવો, હિતકારી ભાષા બોલવી ઇત્યાદિ.
આ સંપ્રદાય કહ્યો. તે ઉક્ત બધી ગાથાનો ભાવાર્થ હતો. અક્ષરાર્થ તો સ્પષ્ટ જ છે. છતાં કંઈક કહે છે - મિથિલા નામે નગરી હતી. તેના સ્વામી તે મિથિલાપતિ નમિ નામના રાજાને છ માસથી દાહજ્વર નામે આતંક થયેલો. વધો પાસે તે નિવારવા ઘણો પુરુષાર્થ કર્યો. વૈધોએ કહી દીધું કે આની ચિકિત્સા થઈ શકશે નહીં. કારતક પૂર્ણિમાએ સ્વપ્ર જોયું. નાગરાજા અચલરાજાએ મેરુ પર્વતને નંદિ ઘોષ કર્યો. તેનાથી તે નમિ રાજા બની ગયો. આ મિથિલાપતિ નમિ એમ કહેવાથી, તીર્થકર એવા નમિ ન સમજી લે, તે માટે વિદેહમાં બે નમિ થયા તેમ કહેલ છે.
બધાંને એક સમયે પુષ્પોત્તર વિમાનથી ચ્યવન થયું. પ્રવજ્યા થઈ, એક એક હેતુને આશ્રીને બોધ પામ્યા તેથી પ્રત્યેકબુદ્ધ થયા. કેવળજ્ઞાન પણ ચારે પામ્યા અને સિદ્ધિગતિમાં ગયા.
(વૃત્તિકારે આગળ પણ કેટલાંક શબ્દ વિશેષના અર્થો આપેલા છે પણ તેમાંનું ઘણું બધું કથન ભાવાર્થરૂપે કથામાં કહેવાઈ ગયેલ હોવાથી અમે તે બધાંની અહીં પુનરુક્તિ અનાવશ્યક સમજીને છોડી દીધેલ છે.)
આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂવાલાયક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે તે સૂત્ર હોય ત્યારે જ થાય છે, તેથી સૂગાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે -
• સૂત્ર - ૨૯ -
દેવલોકથી ચ્યવીને નમિનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વ જન્મનું મરણ થયું.
• વિવેચન - ૨૨૯ -
દેવલોકથી ચ્યવીને માનુષ સંબંધી લોકમાં ઉત્પન્ન થયો. પછી દર્શનમોહનીયનો અનુદય જેને પ્રાપ્ત થયો છે તેવો તે ઉપશાંત મોહનીય વિચારે છે. તેને પૂર્વની દેવલોકથી ઉત્પત્તિ થયાની વાત તદ્ગત સર્વચેષ્ટાતે “જાતિનું મરણ થયું. પછી શું? તે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org