Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭/૨૦૩
કોઈનો આત્માર્થ અપરાધ થતો નથી, બંનેમાં દુર્ગતિમાં જાય છે, તે ભાવ છે (શંકા) વિષયવાંછા વિરોધી જિનાગમમાં કઈ રીતે કામની અનિવૃત્તિ સંભવે છે ? નૈયાયિક માર્ગ - સમ્યક્ દર્શનાદિ મુક્તિપથને સાંભળીને પણ ફરી પરિભ્રષ્ટ થાય. અભિપ્રાય શું છે ? જિન આગમના શ્રવણથી કામ નિવૃત્તિ પામીને પણ ભારે કર્મોથી પતન પામે, જેઓ સાંભળવા છતાં ન સ્વીકારે અથવા જેણે શ્રવણ પણ નથી કર્યું તે બધાં કામભોગથી અનિવૃત છે. અથવા તે કામથી અનિવૃત્ત થઈ નૈયાયિક માર્ગને સાંભળ્યા પછી પણ મિથ્યાત્વને પામે છે, તેનો આ આત્માર્થ ભારેકર્મીપણાથી નાશ પામે છે.- x - X + X - હવે જે કામથી નિવૃત્ત થાય છે, તેના ગુણો કહે છે -
• સૂત્ર - ૨૦૪ -
મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. ♦ વિવેચન - ૨૦૪ -
અહીં કામથી નિવૃત્તનો આત્માર્થ નાશ થતો નથી. આત્મા કે તેનો અર્થ સાપરાધ થતો નથી. પછી તે આ કુથિત દેહ અર્થાત્ ઔદારિક શરીરનો અભાવ તેનાથી થાય છે. કામથી નિવૃત્ત તે સૌધર્માદિવાસી દેવ કે સિદ્ધ થાય છે એમ મેં પરમગુરુ પાસેથી સાંભળેલ છે. આત્માર્થનો વિનાશ ન થવાથી તેને સ્વર્ગાદિ પ્રાપ્તિનું નિમિત કહ્યું. જે પામે છે તે -
• સૂત્ર - ૨૦૫
દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુતર સુખ હોય તેવું મનુષ્યકુળ હોય છે.
• વિવેચન
૨૯
-
-
૨૦૫ -
ઋદ્ધિ - સુવર્ણ આદિ સમુદાય, ધૃતિ - શરીરની કાંતિ, યશ - પરાક્રમ વડે કરેલ પ્રસિદ્ધિ, વર્ણ - ગાંભીર્યાદિ ગુણોથી શ્લાધા કે ગૌર આદિ, આયુ-જીવિત, સુખ - ઇપ્સિત વિષય. આ બધું અનુત્તર હોય. વળી દેવભાવની અપેક્ષાથી ત્યાં પણ અનુત્તર એવું આ બધું તેને સંભવે છે. પછી તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કામથી અનિવૃત જેનો આત્માર્થ છે તે વિનાશ પામે છે માટે તે બાલ છે અને બીજો પંડિત છે. હવે આના જ સાક્ષાત્ સ્વરૂપ ફળને દર્શાવતા કહે છે -
Jain Education International
• સૂત્ર - ૨૦૬ થી ૨૦૮
બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે.... બધાં ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે.... પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે
·
For Private & Personal Use Only
www.jainelibrary.org