Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 12
________________ ગુજરાતી ભાષાનુવાદ. અધ્યયન છે. • પાંચમા અધ્યયનમાં નિરવદ્ય ભકતપાનની વિધિ મતાવી છે, નિરવદ્ય ભકતપાન શુદ્ધ આચારવાન્ મુનિ જ ગ્રહણ કરે છે. તેથી મહાચારકથા નામક છઠ્ઠા અધ્યચનમાં અઢાર સ્થાનામાં આશ્રિત આચારની વિધિ ખતાવે છે. મહાચારકથાના જિજ્ઞાસુ રાજા મહારાજા યા અન્ય પ્રધાન ભવ્ય પ્રાણીઓ સાંભળે કે—સુભાગ્યે નગરપ્રાંત અથવા ઉદ્યાનમાં આચાર્ય મહારાજ પધાર્યાં છે, અને તે તેમની સમીપે જઇને સાધુઓના આચાર વિષે પૂછે, અથવા કઇ મુનિ ગેાચરીને માટે ગયે હાય અને કાઈ એને એને આચાર પૂછે, તે મુનિ ઉત્તર આપે -મહીંથી નજીકમાં જ ઉદ્યાનમાં મારા ધર્માચાર્ય વિરાજમાન છે તેજ વિસ્તારથી સમજાવશે મુનિનું કથન સાંભળીને રાજા આદિ આચાય મહારાજની સમીપે જાય, અને તેમને મુનિએના આચાર પૂછે એ વિષય આગળ કહેવામાં આવે છે. ‘નાસ’ ઇત્યાદિ. ફળફૂલથી સમૃદ્ધ, તરૂએની શ્રેણીથી શાલિત ઉદ્યાનમાં પધારેલા, સ્વપર સ્વરૂપને જાણુવાવાળા, મતિ શ્રુત આદિ જ્ઞાન તથા દર્શનમેહનીયના ક્ષય-ક્ષયે પશમ અથવા ઉપશમથી ઉત્પન્ન થનારા નવ તત્ત્વાની શ્રદ્ધારૂપ દર્શનથી સંપન્ન, સત્તર પ્રકારના સંયમ અને ખાર પ્રકારના તપમાં ત૫૨, રત્નત્રયની મર્યાદાના બેધ કરાવનાર, આચારાંગ આદિ અંગ તથા ઉપાંગેાના જ્ઞાતા, છત્રીસ ગુણ ધારી આચાર્ય મહારાજની પાસે ચક્રવતી રાજા, રાજમત્રી, બ્રાહ્મણ અર્થાત્ બ્રહ્મચર્ય આદિ શુભ ક્રિયાઓનું અનુષ્ઠાન કરનાર યા વર્ણની અપેક્ષાએ બ્રાહ્મણુ; તથા ક્ષત્રિય અર્થાત દીન—દુ ળની રક્ષા કરનારા, સાવધાનીથી વિનયયુકત થઇને પૂછે કે હે ભદન્ત ! આપના આચાર અર્થાત્ જ્ઞાનાચાર આદિ તથા ગૌચર અર્થાત્ ભિક્ષાચર્યાં આદિ અથવા સાધુનું આચરણીય (કન્ય) યા તા સાધુના ધમ શા છે? ગાથામાં જ્ઞાનદર્શનસ ંપન્ન વિશેષણ આવ્યુ છે. અહીં એમ સમજવું કે જો કે સમ્યગ્દર્શનથી જ સમ્યગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પણ વ્યવહારનયની અપેક્ષાએ જ્ઞાન પ્રધાન છે, તેથી ‘આદિ'થી જ્ઞાનનું બ્રહણ કર્યું છે. (૧-૨) એ પૂછતાં ઉત્તર આપવાની વિધિ કહે છે—તેનિં॰ ઇત્યાદિ. આત્મામાં સાવધાન, જિતેન્દ્રિય, સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ કરવાવાળા, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાથી સુસ્`પન્ન અને ધર્મોપદેશ આપવામાં ચતુર, આચા મહારાજ એ રાજા આદિને ધર્મની પ્રરૂપણા કરી સંભળાવે. ક્રમે કરીને સૂત્ર અને અર્થની શિક્ષા ગ્રહણશિક્ષા કહેવાય છે, અને પંચ મહાવ્રત આદિ સૂત્રોકત ક્રિયામાં પ્રવૃત્તિ કરવી એ આસેવન શિક્ષા છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77