Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 38
________________ મેઘ વિષે ભાષણ કરવાની વિધિ બતાવીને હવે આકાશ આદિના વિષયમાં ભાષણ કરવાની વિધિ કહે છે–વંતવિત્તિ ઈત્યાદિ. આકાશને અંતરીક્ષ તથા દેને ગમન કરવાને માર્ગ કહે. અર્થાત્ આ દેવેને ગમન કરવાનો માર્ગ છે એમ કહે. સંપત્તિશાલી મનુષ્યને જોઈને એમ કહે કે આ સંપત્તિવાળે છે. એવું ભાષણ કરવાથી મૃષાવાદ દેષ લાગતું નથી. (૫૩) તવ ઈત્યાદિ જે ભાષા સાવદ્ય અર્થાત્ હિંસા આદિ પાપકર્મોનું અનુમોદન કરનારી હય, જેમકે-“એણે મૃગને ઠીક માર્યો છે” ઈત્યાદિ, સંદિગ્ધ પદાર્થમાં એ આમજ છે” એ પ્રકારની નિશ્ચયકારી, તથા જે ભાષા પરની હિંસા કરનારી હાય, જેમકે “પશુને હવન કરવાથી સિદ્ધિ મળે છે, માંસ મદિરાનું સેવન કરવામાં દેષ નથી” ઈત્યાદિ ભાષા સાધુ કોધ, માન. માયા. લેભ, ભય, હાસ્ય તથા પ્રમાદ આદિથી ન બોલે અને હસીને ભાષણ ન કરે. સામગ્રી પદથી એજ સૂચિત કર્યું છે કે સાવધ કર્મોની પ્રશંસા કરવાથી સાવધ કર્મ જનિત પાપના ભાગી થવું પડે છે રોણા શબ્દથી પ્રકટ કર્યું છે કે-સંદેહયુકત વિષયમાં નિશ્ચયકારી ભાષા બોલવાથી મૃષાવાદ આદિ દષાને પ્રસંગ આવે છે, અને મૃષાવાદને સિદ્ધ કરવાને માટે આર્તધ્યાન આદિ દેનું સેવન કરવું પડે છે. મૃષાભાષણ કઈ પ્રકારે સિદ્ધ થઈ જતાં અહંકારના આવેશ આદિ દે ઉત્પન્ન થાય છે, એમ પ્રગટ કરવામાં આવ્યું છે. પુરાધા પદથી એજ પ્રગટ કરવામાં આવ્યું છે કે મહાવ્રત અંગીકાર કરતી વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે સંયમ ગ્રહણ કર્યા પછી જીવઘાત કરનારી ભાષા બોલીશ નહિ” એ પ્રતિજ્ઞાને ભંગ થવાથી દ્વિતીય મહાવ્રતને ભંગ અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. ક્રોધાદિ કારણ બતાવવાથી એમ સૂચિત થાય છે કે કષાય યુકત અંતઃકરણવાળા મનુષ્યને એ ને વિવેક રહેતો નથી કે શું બોલવા ગ્ય છે અને શું બોલવા યોગ્ય નથી, એટલે કષાયેને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ 8ાસ શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે જે હસવામાં ( હસીમાં) પણ સાવદ્યાનુમદિની આદિ ભાષાનું ભાષણ કરવામાં આવે તે મહાન અનર્થ થવાને સંભવ છે, અને સ્વકીય પરિણામમાં મલિનતા આવશે. દાસમાળા શબ્દથી એમ સૂચિત કર્યું છે કે હસતાં-હસતાં બોલવાથી વાકય શુદ્ધિ થતી નથી. (૫૪) સુવવશ૦ ઈત્યાદિ. સાધુ સુવાક્યશુદ્ધિને વિચાર કરીને મૃષાવાદ આદિ દોષથી દુષ્ટ ભાષા કદાપિ બોલે નહિ. દેના ભયથી અનાવશ્યક વાગાડમ્બરથી રહિત-પરિમિત અને નિરવદ્ય ભાષા બોલનાર સાધુ મુનિઓમાં પ્રશંસા પામે છે. તાત્પર્ય એ છે કે રિમિત અને નિરવદ્ય ભાષા પણ બેલતી વખતે વારંવાર વિચારી લેવી જોઈએ. મુળ શબ્દથી પ્રવચન શ્રદ્ધાળુતા, અને શબ્દથી બહુ ભાષણ કરવાને કારણે શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૨૭

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77