Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રતસમાધિ વિષયની ગાથા–“નામેનાવત્તા ઇત્યાદિ–(૧) જે મુનિ આચારાંગ આદિ શાસ્ત્રોનું અધ્યયન કરીને શ્રુતસમાધિમાં લીન થઈ જાય છે, તેને સમ્યજ્ઞાન પ્રાપ્તિ થાય છે. (૨) તેનું મન એકાગ્ર–સ્થિર થઈ જાય છે. (૩) તે પિતાને આભાને સંયમ માર્ગમાં સ્થિર કરે છે. (૪) અને બીજા ભવ્ય જીને ધર્મ માર્ગમાં સ્થાપિત કરે છે. (૩)
વવિદા’ ઇત્યાદિ–વિનયસમાધિને ત્રીજો ભેદ તપસમાધિ છે. તેના ચાર ભેદ છે. (૧) આ લેક સમ્બન્ધી લબ્ધિ વગેરે પ્રાપ્તિની ઈચ્છાથી તપ કરે નહિ. (૨) પરલેકનાં સ્વર્ગ આદિના કામોની વાંછના થી તપ કરે નહીં. (૩) અહ? આ મહાન પુણ્યાત્મા છે; આ પ્રમાણે સર્વત્ર ફેલાઈ જવા વાળા ચશને કીર્તિ કહે છે; એકજ દિશામાં ફેલાએલા યશને વર્ણ કહે છે. અધી દિશામાં ફેલાએલા યશને શબ્દ કહે છે; તથા જ્યાં રહે છે. ત્યાંજ થાય તેને લેક કહે છે. આ સર્વની અભિલાષાથી તપ કરે નહીં (૪) કેવલ કર્મોની નિર્જરા કરવાના અભિપ્રાયથી જ તપ કરે. અન્ય નિમિત્તથી કરે નહીં. આ વિષયમાં ગાથા છે. (૪)
વિવિદ ગુ ઇત્યાદિતપસમાધિમાં મન વચન કાયાના વેગને લગાવવાલા સાધુ લબ્ધિ આદિની વાંછાને મૂકીને રત્નાવલી આદિ શાસ્ત્રોક્ત અનેક ગુણવાળા તપમાં લીન રહે છે (૧) પરક સંબધી દેવાદિ સુખની આશા કરતા નથી. (૨) કીર્તિ વર્ણ શબ્દ લેકની આશાને અર્થાત લેકમાં જશ ફેલાવવાની ઈચ્છાને મૂકી કેવળ કર્મોની નિર્જરાને જ ઈચ્છે છે. (૩) તે તપશ્ચર્યાથી અનેક ભવની પાપ રાશિને ખપાવે (૪) તાત્પર્ય એ છે કે તપસમાધિમાં સદા સંલગ્ન, વિષય તૃષ્ણ રહિત, કર્મનિર્જરાન અભિલાષી મુનિજ તપ વડે અનેક ભવના પાપને ખપાવવામાં સમર્થ હોય છે. પરન્તુ કઈ કઈ વાર કીર્તિ આદિની ઈચ્છાથી તપ કરનાર કર્મોને નહીં ખપાવી શકે (૪)
હવે થી આચારસમાધિ કહે છેઃ “વિ7' ઇત્યાદિ
વિનય સમાધિને ચોથે ભેદ તે આચારસમાધિ છે. અને તેના પણ ચાર ભેદ છે. (૧) આ લેકની કીર્તિ મેળવવાની આશાથી આચારનું પાલન કરે નહિ, (૨) પાકના વિષય સુખ મેળવવાની અભિલાષાથી આચારનું પાલન કરે નહિ, (૪) આગમમાં પ્રતિપાદિત પ્રયજન માટે જ મૂયોત્તરગુણરૂપ આચારનું પાલન કરે. બીજા નિમિત્તથી કરે નહિ. આ ચોથું પદ તે આચારસમાધિને ચે ભેદ છે. આ વિષયમાં ગાથા છે :વિખવા” ઈત્યાદિ [૫]
કિના” ઈત્યાદિ આચારસમાધિ દ્વારા આસવ દ્વારને રોકનારા સાધુ પ્રવચનમાં લીન હોય છે. અને ભિક્ષા વગેરેનો લાભ ન મળે તે પણ કોધવાળે શબ્દ બોલતા નથી
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૬૦