Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 75
________________ ભંયકર અટ્ટહાસ અને શબ્દ કરે છે તેવાં સ્મશાન આદિ સ્થાનામાં સુખ અને દુઃખને સમાન સમજીને સહન કરે છે, અર્થાત્ ભૂતાના અટ્ટહાસ આદિંથી સમતા ભાવના ત્યાગ કરતા નથી તે ભિક્ષુ છે. (૧૧) હિમ॰ ઈત્યાદિ. જેઓ શ્મશાન આદિમાં માસિકી આદિ પ્રતિમા (પડિમા) સ્વીકારીને અત્યંત ભયંકર ભૂત–વેતાલ આદિને જોઇને પણ ભયભીત થતા નથી. તથા અનેક મૂલેાત્તર ગુણામાં અને તપમાં મગ્ન રહે છે, યા અનેક ગુણવાળા તપમાં લીન રહે છે, શરીર રક્ષાની ઇચ્છા કરતા નથી અર્થાત્ ભૂતવેતાલ આદિના ઉપદ્રવેથી મારૂ શરીર નષ્ટ થઈ જશે અથવા તપ આદિ કરવાથી મારી સુંદરતા ચાલી જશે, આ શરીર નાશ ન પામે. ભવાંતરમાં સુંદર શરીર પ્રાપ્ત થાએ, એવેા વિચાર કરતા નથી તેએ ભિક્ષુ છે. (૧૨) અરૂં॰ ઇત્યાદિ. જે મુનિ વારંવાર ગાળે સાંભળીને, નેતર લાકડી ઢેકુ આદિના માર સહન કરીને તથા નખ આદિથી વિદ્યારિત થઇને અથવા શીયાળ આદિ કરડે તે પણ પૃથ્વિની પેઠે નિશ્ચલ રહીને સમતાપૂર્વક બધુ સહી લે છે. જે શરીર પર રાગદ્વેષ ન કરતાં તેને મ ંડિત (ભૂષિત) કરતા નથી, અન ંત આત્મિક આનંદ રસ પ્રદાન કરનારા સંયમરૂપી વેલના ઉચ્છેદ કરવાને કૈાહાડા સમાન, સ્વર્ગ આદિના કામ ભેગ રૂપ નિદાનથી રહિત અને છે; કારણ કે નિદાનનું ફળ અત્યંત દુ:ખદાયી છે, સ’સારમાં પરિભ્રમણ કરાવનારૂં છે, એ નિદાનથી બ્રહ્મદત્ત ચક્રીને નરકમાં જવું પડયુ હતુ, તથા જે નાચ તમાશા નાટક સીનેમા જોવાની ઉત્કંઠા રાખતા નથી, તેઓ ભિક્ષુ કહેવાય છે. (૧૩) મિસૂચ॰ ઇત્યાદિ. મેક્ષાથી પુરૂષ જેને ભલી પેરે સહે છે તે પરીષહ કહેવાય છે. જે જન્મ મરણનાં અસીમ દુ:ખોનું કારણ જાણીને સંયમમાં તથા ખાર પ્રકારના તપમાં તપર રહીને ક્ષુધા આદિ પરીષહેાને કાયાથી જીતીને સ`સાર સમુદ્રમાંથી આત્માને તારી લે છે. તેએ ભિક્ષુ છે અહીં કાય ઉપલક્ષણ છે, તેથી વચન અને મનનું પણુ ગ્રહણુ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે આત્માના ઉદ્ધાર કરવાને માટે પરીષહાને જીતવા અને તપ એ એઉ પ્રધાન સાધના છે. (૧૪) દૂથ મંગ॰ઇત્યાદિ. પ્રયજન વિના હાથ લાંબા પહેાળા ન કરવા તે હસ્ત'યમ કહેવાય છે. નિર્ધક પગ ન પસારવા-હલાવવા ચલાવવા આદિ પાદસયમ કહેવાય છે. શબ્દાદિ વિષયામાં રાગદ્વેષ ન કરવતે ઇંસિયમ છે. એ બધા સંયમને પાળનારા, ધર્મધ્યાન આદ્ધિમાં લીન, જેમ ઐશ્વર્યવાન પેાતાનું ઐશ્વર્ય વધારવાને સદા ઉદ્યોગ કરે છે તેમ જે સંયમરૂપી સપત્તિની વૃદ્ધિમાં સાવધાન રહે છે અને આચારાંગ આદિ સૂત્ર તથા તેના અર્થાના જ્ઞાતા છે, તેએ ભિક્ષુ કહેવાય છે. (૧૫) મિ॰ ઇત્યાદિ, જે વજ્ર-પાત્ર આદિ ઉપધિમાં મૂર્છા રહિત, લાલુપતા રહિત, સંયમને મિલન કરનારા દેષના ત્યાગી, ક્રય વિક્રયને માટે સગ્રહ શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૬૪

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77