Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 69
________________ ભગવાનના બતાવેલા વિનયસમાધિના ચાર સ્થાન જેવી રીતે સાંભળ્યાં છે. તેવીજ રીતે ગણધર ભગવાને નિરૂપણ કર્યાં છે. શિષ્ય—હે ભદન્ત ! સ્થવિર ભગવાન દ્વારા નિરૂપિત વિનયસમાધિના ચાર સ્થાન કાણુ કાણુ છે ? આચાર્ય —અે શિષ્ય ! સ્થવિર ભગવાન દ્વારા નિરૂપિત વિનયસમાધિના ચાર સ્થાન આ પ્રમાણે છે. (૧) વિનયસમાધિ, (૨) શ્રુતસમાધિ, (૩) તપસમાધિ, (૪) આચારસમાધિ. ‘વળ’ઇત્યાદિ−(૧) ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર જ્ઞાનાવરણી આદિ આઠ કર્માંના જેના વડે નાશ થાય છે તેને વિનય કહે છે. ગુરૂની આરાધના કરવી અર્થાત્–સામેથી ગુરૂને આવતા જોઇને ઉભા થઈ જવું, વંદના કરવી, તેમના મનને અનુકૂલ પ્રવૃત્તિ કરવી અને તેમની આજ્ઞા પ્રમાણે આહાર વિહાર આદિ તમામ કાર્ય કરવાં તે વિનયનું લક્ષણ છે. ચિત્તની સમતા અથવા એકાગ્રતાને સમાધિ કહે છે. વિનયથી ચિત્તની સમાધિ (વિનયથી અથવા વિનયમાં જે આનંદ થાય છે તે આનંદ) ને વિનયસમાધિ કહે છે. (૨) ભવ્ય જીવાના હિત માટે ભગવાન તીર્થંકર દ્વારા ઉપદેશ કરાએલા અને ગણધર મહારાજ દ્વારા સાંભળેલાં આચારાંગ આદિ અંગ ઉપાંગ તે શ્રુત છે. શ્રુતથી અથવા શ્રુતમાં થવા વાળી સમાધિને શ્રુતસમાધિ કહે છે. (૩) જે આઠ કર્માંને ભસ્મ કરે તે તપ છે. તેના અનશન આદિ ખાર ભેદ છે. તપથી અથવા તપમાં થવાવાળી સમાધિને તપસમાધિ કહે છે (૪) શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે કરવામાં આવતુ જે અનુષ્ઠાનકાય તેને આચાર કહે છે. આચારથી અથવા આચારમાં થવાવાળી સમાધિને આચારસમાધિ કહે છે. ( સૂ. ૧ ) ‘વિદ્” ઇત્યાદિ જે સાધુ ઇન્દ્રિયાને વશ કરવાવાળા છે. તે વિનય, શ્રુત તપ અને આચારમાં સ્વ-પરને નિરન્તર લગાયા કરે છે. અર્થાત વિનય—આદિનું અરાચણુ કરીને સ્વ–પરને સુખી ખનાવે છે. એટલા માટે તે પડિત એટલે સત્ અને અસતના વિવેકી છે, અને તે પેાતાના મનુષ્ય ભવને સફલ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૮

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77