Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 37
________________ પ્રકારનાં તપમાં તત્પર, એ ગુણોથી યુકત સંયમીને “સાધુ” શબ્દથી બેલે (૪૯) સેવાઇત્યાદિ. દેવે મનુષ્ય અને પશુઓનું માંહોમાંહે યુદ્ધ થાય તે એમ ન કહે કે એમાંથી અમુક જીતે યા અમુક ન જીતે. એમ કહેવાથી રાગદ્વેષના આવેશથી સંયમની તથા આત્માની વિરાધના આદિ દેષ ઉત્પન્ન થાય છે. વિરૂદ્ધ પક્ષીની અપેક્ષાએ પિતાને અધિક બળવાળાં યા સમબળવાળા માનીને જે દેવ આદિ પિતાના વિજયની ઈચ્છાથી વિપક્ષની ઉપર શસ્ત્ર આદિ પ્રહાર કરે છે તે યુદ્ધ છે. ભયથી કંપતા કઈ દીન હીન પ્રાણુને મારવાં એ યુદ્ધ નથી. (૫૦) વાવ, ઇત્યાદિ. સાધુ એમ પણ ન બોલે કે વાયુ ક્યારે વહેશે? વર્ષાદ કયારે આવશે ? ટાઢ-તાપ કયારે પડશે ? સુકાળ કયારે થશે ? શાલિ આદિ ધાન્ય પાકશે કે નહીં ? અર્થાત્ પાક સારો ઉતરશે યા ખરાબ ઊતરશે ? ઉપદ્રની શાન્તિ કયારે થશે? અથવા એ બધું નહિ થાય. ટાઢ આદિથી પિતે પીડિત થઈને સાધુએ એમ પણ ન કહેવું જોઈએ કે હું તાપથી વ્યાકુળ થયે છું. ખબર પડતી નથી કે કયારે ચંદનની સુગંધથી સુગંધિત મેઘ અને વાયુને સમાગમ થશે? કયારે વરસાદના છાંટા પડશે? ટાઢથી થર થર કંપતા એવા મને વાદળના આવરણથી રહિત તીવ્ર સૂર્યનાં કિરણે ક્યારે આનંદ આનંદ આપશે ? એ ગ્રીષ્મઋતુ ક્યારે આવશે કે જેમાં ઓઢવાની જરૂર જ પડે નહિ? હું રાજયમા (ક્ષય) આદિની પીડાથી ક્યારે છૂટકે પામીશ? ઓહ! ઈચ્છાનુકૂળ અહારાદિને લાભ ન થવાથી ભૂખ સતાવી રહી છે. ખબર પડતી નથી કે આ દેશમાં કયાં સુધી સુકાળ રહેશે ? મારા આ પરીષહ યા ઉપસર્ગનું કયારે નિવારણ થશે ? કયારે હું સુખી થઈશ? અથવા–“મને પીડા ઉપજાવનારા ઉન્ડાળનો તાપ આદિ ન આવે તે બહુ સારું, ' એમ પણ સાધુએ ન કહેવું જોઈએ. કારણ કે અનુકુળપ્રતિકૂળ પરીષહેને તથા ઉપસર્ગોને સહેવાં એ મુનિનું કર્તવ્ય જ છે. એટલે આર્તધ્યાનને વશ થઈને એવું ભાષણ કરવું ઉચિત નથી. કહ્યું છે કે–“આર્તધ્યાની દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરે છે” (૫૧) વાદળાં આદિના વિષયમાં બોલવા ન બેલવાની વિધિ બતાવે છે–તમેટું ઈત્યાદિ. " એજ પ્રમાણે મેઘ, આકાશ તથા માનનીય મનુષ્યને દેવદેવ =ઇન્દ્ર ન કહે તે શું કહે? એવી આશંકા થતાં પહેલાં વાદળાંના વિષયમાં બોલવાની વિધિ કહે છે–આ વાદળાં પુગેલેનું સ્વાભાવિક પરિણમન છે, આ મેઘ બહુજ ઉચે અર્થાત્ આકાશમાં રહેલું છે, યા મેઘ વરસે છે, એમ કહે (૫૨) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77