Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 61
________________ ધક્કો પહોંચાડવામાં આવે છે તેમની એવી દુર્દશા થઈ જાય છે કે – તેને જોઈને બીજાઓને દયા આવી જાય છે. પરાધીન હેવાના કારણે તેમની સ્વતંત્ર ઈચ્છાઓ નાશ થઈ જાય છે. તેને ભેજન-પાન નહી મળવાથી અથવા અનાદર પૂર્વક થેડું ભજન-પાન મળવાથી ભૂખ તરસના દારુણ દુઃખને ઉઠાવે છે. આ સર્વ વાત જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. અવિનીત શિષ્ય પણ આ પ્રમાણે દુઃખ લેગવે છે. (૮). વિનીત મનુષ્યના દષ્ટાન્તથી વિનયનું ફળ બતાવે છે –“વિગ” ઇત્યાદિ–સુવિનીત ઘોડા હાથીની પેઠે લેકમાં–જગતમાં માતા-પિતા તથા સાસુ, સસરા આદિ વડિલે પ્રત્યે વિનયવાન પુરુષ અથવા સ્ત્રી કીર્તિ તથા એશ્વર્ય પામીને સુખી જોવામાં આવે છે. તેવી જ રીતે વિનયવાન શિષ્ય સુખી થાય છે. (૯). દેવના દૃષ્ટાન્તથી અવિનયનું ફળ બતાવે છે: “દેવ વળગgr” ઇત્યાદિ–અવિનીત મનુષ્યનાં પ્રમાણે તિષી, વૈમાનિક તથા યક્ષ-રાક્ષસ અદિ વ્યન્તર અથવા ગુહ્યદેવ વિશેષ દેવ થઈને પણ અવિનીત હોવાથી બીજા દેવોના દાસ બનીને દુઃખ ભોગવે છે. એ પ્રમાણે શાસ્ત્રોદ્વારા સાંભળવામાં આવ્યું છે. એજ પ્રમાણે અવિનીત શિષ્ય પણ દુઃખ ભેગવે છે. (૧૦) તદેવ મુવઇragn” ઈત્યાદિ-સુવિનીત નર નારીની પ્રમાણે જે દેવ (જ્યોતિષી, વૈમાનિક) યક્ષ (વ્યન્તર) અને ગુહ્યક વિનયવાન હોય છે તે મહાન યશસ્વી તથા એશ્વર્યવાન થઈને સુખથી પરિપૂર્ણ જવામાં આવે છે. (૧૧) “સાચરિઝ૦” ઈત્યાદિ જેવી રીતે જલનું સિંચન કરવાથી વૃક્ષ વૃદ્ધિ પામે છે. તે પ્રમાણે જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની સેવા તથા આજ્ઞામાં તત્પર રહે છે, તે પણ વૃદ્ધિ પામે છે અર્થાત્ તેના જ્ઞાન આદિ ગુણે ખૂબ વધે છે. (૧૨) આગળ પર કહેવાના વિષયનો વિચાર કરી વિનય કર જોઈએ તે કહે છે શgiદા ઈત્યાદિ–ગૃહસ્થ પિતાના અથવા તે પિતાના પુત્ર-પૌત્ર આદિ બીજાઓ માટે ચિત્ર-ચિત્રણ આદિ શિલ્પ કલામાં પ્રવીણતા-કુશળતા પ્રાપ્ત કરે છે તે આ લોકના સુખ માટે છે. (૧૩) વૈધ ઈત્યાદિ-શિલ્પકલા આદિ શિખવા માટે શિક્ષકને મેંપવામાં આવેલા સુકુમાર રાજપુત્ર આદિ શીખવા સમયે સાંકલ આદિનું બંધન, સેટી લાકડી વગેરેને માર તથા તીવ્ર તિરસ્કાર આદિ દુ:ખને સહન કરે છે. (૧૪) “તેરિ તે ઈત્યાદિ–તે સુકુમાર-સુકમલ રાજપુત્ર આદિ આગળ કહેવા પ્રમાણે તીવ્ર તાડન–માર ખાવા છતાંય પણ પ્રસન્નતાપૂર્વક ગુરુની આજ્ઞાને શિર પર ચઢાવી લે છે. અર્થાત-શિલ્પ કલા આદિ શિખવા માટે માર પીટ સહન કરતા છતાંય ગુરુને વસ્ત્ર શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૫૦

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77