Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 47
________________ સર્વ પ્રકારે પરિહાર કરવા જોઇએ, કારણકે તેમાં ઘણાય પ્રાણીઓની હિંસા અને મમતા આદિ દોષ લાગે છે. (૨૮) તંત્તિને॰ ઇત્યાદિ. ભિક્ષાને લાભ ન થતાં ગૃહસ્થની ગર્હ ણા કરનાર તિતિણુ કહેવાય છે. સાધુએ એવા ન થવું જોઈએ. ભિક્ષાના લાભ ન થતાં એ વિષયમાં કાંઈ પણ ખડખડાટ ન કરવા. મન વચન અને કાયાને ચંચળ ન થવા દેવી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે અથવા અન્ય સમયે પરિમિત વચનાંનું ઉચ્ચારણ કરવું, અને પરિમિત આહાર ગ્રહણ કરવા. ઉત્તરપૂર્તિને માટે ચિંતા ન કરવી. ઘણા સ્વાદિષ્ટ પદાર્થાંમાંથી દાતા ચોડો યા નીરસ આહાર આપે તે કુદ્ધ ન થવું. અત્તિતિને શબ્દથી મુનિની ભાષા સમિતિની આરાધકતા તથા ગંભીરતા પ્રકટ કરી છે, અર્થાત્ સાધુએ સદા ભાષા સમિતિમાં સાવધાન રહેવું જોઇએ અને ગંભીરતા રાખવી જોઇએ અપવછે શબ્દથી ષડ્ જીવનકાયની યતનામાં તત્પરતા પ્રદર્શિત કરી છે. અમારી શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ નિષ્પ્રયેાજન ભાષણૢ ન કરવું જોઇએ અર્થાત્ વચન ગુપ્તિનું પાલન કરવું જોઇએ. મિત્તાસને શબ્દથી રસના ઈન્દ્રિયને વશ કરવી જોઇએ એમ પ્રકટ કર્યું છે. પરંતે પદથી એમ મનાવ્યુ છે કે–અધિક ભાજન કરવાથી પ્રમાદ આવી જાય છે, પ્રમાદથી સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં ખાધા પહોંચે છે, અને ચારિત્રમાં દ્વેષ લાગે છે, અને એક દૂષણુ આવે છે, તેથી કરીને અંતપ્રાંતાદિક સાધારણ આહારથી પણ ક્ષુધા ભ્રુઝાવી લેવી જોઇએ. (૨૯) .. હવે એમ બતાવે છે કે સાધુએ મદ ન કરવા જોઇએ. ન વાદિર ઇત્યાદિ. સાધુ ખીજાને તિરસ્કાર કરે નહિ, અને આત્મપ્રશંસા કરે નહિ કેહું આવા છુ, તેવા છું, મારા જેવા ખીજે કાઇ નથી,' તથા ઉચ્ચતમ આગમ જ્ઞાન, પ્રચુર અને સરસ અન્નાદિ આહારને લાભ, પેાતાની ઉચ્ચ જાતિ, પેાતાનું તપસ્વીપણુ, તથા ‘મારી બુદ્ધિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે' એ પ્રમાણે પેાતાની બુદ્ધિના અશ્ચયનું અભિમાન કરે નહિ. બુદ્ધિ શબ્દ ઉપલક્ષણ છે, તેથી એમ પણ સમજવું કે શિષ્ય આદિ સંપદાનું પશુ અભિમાન કરવું નહિ કુળ, ખળ, રૂપ, એ ત્રણનું અભિમાન પણ એક દેશ અનુમતિથી (સ્થાલીપુલાક ન્યાયથી) નિષિદ્ધ સમજવું, આ સૂત્રમાં સ` મદના ત્યાગ કરવાના અભિપ્રાય રહેલે છે. (૩૦) મૈં બાળ ઈત્યાદિ. નિગ્રન્થ સાધુ જાણ્યુ કે અજાણ્યે મૂળ ગુણુ અથવા ઉત્તર ગુણાની વિરાધના થઈ જાય તુરતજ પેાતાના આત્માને એ વિરાધનાથી છુટા પાડી નાંખે, બીજીવાર એ દોષનું સેવન ન કરે, (૩૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૬

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77