Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 54
________________ કરવાને માટે સેનાનું કામ કરે છે. તાત્પર્ય એ છે કે તપ સંયમથી સર્વ કાને નાશ થઈ જતાં, કારણને અભાવ થતાં, પછી કર્મોને પ્રાદુર્ભાવ થતું નથી. એટલે કેવળી થતાં સાધુઓને કર્મ જીતવાને વ્યાપાર નિવૃત્ત થઈ જાય છે. તવં પદથી કર્મરૂપી દુશ્મનનું દમન કરવામાં ઉત્સાહ, રંગજો પદથી કર્મશત્રુની શક્તિને ક્ષય અને સાયની પદથી કર્મરૂપી વરીનું નિરાકરણ કરવું (હઠાવવું) પ્રકટ કર્યું છે. (૬૨) “સરપ૦ ઈત્યાદિ. વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય, તથા ધર્મ અને શુકલ ધ્યાનરૂપ પ્રશસ્ત ધ્યાનમાં લીન, સ્વપરની રક્ષા કરનારા, સર્વથા વિકાર રહિત ચિત્તવાળા, અને અનશન આદિ તપમાં લીન, એવા સાધુનાં પૂર્વોપાર્જિત પાપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જે રીતે અગ્નિ દ્વારા ચાંદીને મેલ નષ્ટ થઈ જાય છે. સરકાર એ પદથી ચિત્તની એકાગ્રતા, વિકથાઓને ત્યાગ, તથા નકામા રહેવાને ત્યાગ સૂચિત કર્યો છે ના પદથી સંયમની રક્ષણ શીલતા વ્યક્ત કરી છે. ગરમ પદથી જિનેન્દ્ર ભગવાનનાં વચનામાં રૂચિ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. તારા પદથી આત્મશુદ્ધિની અતિશય અભિલાષા રાખવાનું બતાવ્યું છે. (૬૩) તે ઇત્યાદિ. પૂર્વોકતગુણવિશિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ પરીષહાને જીતનાર, રાગદ્વેષ રહિત, જિતેન્દ્રિય, આગમના મર્મના જ્ઞાતા, મમત્વરહિત, બાહ્યાભ્યા નર પરિગ્રહના ત્યાગી, એવા સાધુ મેઘની પેઠે આવરણ કરનારાં કમેને ક્ષય થતાં કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી ભિત બને છે, કે જેમ મેઘને પડદો હટી જવાથી ચંદ્રમાં શોભાયમાન બને છે. વિશ્વમાં પદથી એમ સૂચિત કર્યું છે કે-માણુ જવા છતાં પણ જિન-પ્રવચનથી ચલાયમાન થવું ન જોઇએ વિદિ શબ્દથી આચાર, પદથી જ્ઞાન, અમને પદથી ઈહલોકસંબંધી રાજ સંમાન અને પરલોકસંબંધી દેવતા આદિની અદ્ધિ વગેરે પૌગલિક સુખેની અભિલાષાને ત્યાગ, અને વિશે પદથી જેમ પક્ષીને પાંખ વિના બીજી કશી અપેક્ષા રહેતી નથી, તેમ સાધુને ધર્મનાં ઉપકરણે સિવાય બીજી બધી વસ્તુઓનો ત્યાગ તથા ધર્મોપકરમાં પણ મમત ન રાખવી એમ સૂચિત કર્યું છે. (૬૪). શ્રી સુધમાં સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હું જમ્મુ ! ભગવાન્ મહાવીર પ્રભુની સમીપે જેવું મેં સાંભળ્યું છે તેવુંજ મેં તમને કહ્યું છે ઇતિ દશવૈકાલિકસૂત્રનું આઠમું આચારણિધિ નામનું અધ્યયન સમાપ્ત. (૮) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૩

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77