Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 52
________________ ધર્મકથા પણ સાધુએ સ્ત્રીઓની સામે એકાંતમાં ન કરવી જોઈએ. નહિ તે શંકા આદિ દેવ ઉત્પન્ન થાય છે. સાધુએ ગૃહસ્થની સાથે પરિચય ન કરવું જોઈએ, કારણ કે ગૃહસ્થની સાથે પરિચય કરવાથી રાગાદિ દેને સંભવ રહે છે. સાધુએ સાધુઓની સાથે પરિચય કરે જોઈએ, કારણ કે એથી જ્ઞાન ધ્યાનરૂપ કલ્યાણની વૃદ્ધિ થાય છે. (૫૩) ૧ ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે- જે સાધુ રાત્રે અથવા વિકાળ વેળાએ સ્ત્રીઓની વચ્ચે રહે છે, સ્ત્રીઓથી ઘેરાયેલું રહે છે અપરિમિત કથા (વાર્તાલાપ) કરે છે, અથવા કરનારને અનુદે છે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને છે.” ગરિમાળખ પદથી એમ ધ્વનિત થાય છે કે અનિવાર્ય કારણ ઉપસ્થિત થતાં પરિમિત વાર્તાલાપ કરવાથી પ્રાયશ્ચિત્ત લાગતું નથી. સ્ત્રી પરિચયથી દેષ બતાવે છે-કૂદ હ. ઈત્યાદિ. - જેમ કુકકડાનાં બચ્ચાં અને બિલાડી એકજ સ્થાનમાં નિવાસ કરતાં હોય તે કુકડાંનાં બચ્ચાને સદા બિલાડીને ભય રહ્યા કરે છે, તેમ બ્રહ્મચારીને (સાધુને) સ્ત્રીના શરીરથી ભય રહે છે, કારણ કે, સ્ત્રીરૂપ વિષય શીધ્રજ મનને મેહિત કરનારે બને છે, તેથી અન્ય વિષયેની અપેક્ષાએ તે દુર્જય છે. (૫૪) “વિસમિત્તિ” ઈત્યાદિ. જેની ઉપર સ્ત્રીનું ચિત્ર હોય તે ભીંતને તથા સુંદર સુંદર વસ્ત્રાલંકારોથી અલંકૃત સ્ત્રીને જવાં નહિ. કદાચિત તે ઉપર દૃષ્ટિ પડી. જાય તે જેમ પ્રચંડ સૂર્યપર નજર પડવાથી શીધ્ર નેત્રને નીચાં કરી લેવાં પડે છે, તેમ તેને જોતાંજ નેત્ર નીચી ઢાળી દેવાં. તાત્પર્ય એ છે કે-જેમ પ્રચંડ સૂર્ય તરફ નજર કરવાથીજ આંખમાં મલિનતા આવી જાય છે, તેમ સ્ત્રી પર સાનુરાગ દષ્ટિ પડવાથી ચારિત્રમાં મલિનતા આવી જાય છે. (૫૫) દૃસ્થા , ઇત્યાદિ. વધારે શું કહીએ–જેના હાથ પગ છેદેલા હોય તથા નાક કાન કાપેલાં હોય, એવી સે વર્ષની વૃદ્ધ સ્ત્રીને પણ સંસર્ગ સાધુ ન કરે. (૫૬) નિમૂના ઈત્યાદિ. આમિકલ્યાણના અભિલાષી સાધુ પુરૂષ, શરીરનું મંડન, સ્ત્રીની સાથે બોલ-ચાલ આદિ સંસર્ગ તથા પ્રતિદિન પ્રણત-સરસ-ભેજન ન કરવું જોઈએ. એ ચારિત્રને એવી રીતે શીધ્ર નષ્ટ કરી નાંખે છે કે જેવી રીતે તાલપુટ (તાળવામાં સ્પર્શ થતાં જ પ્રાણ હરણ કરનાર) વિષ પ્રાણુને નાશ કરી નાખે છે. (૫૭) ઈત્યાદિ સ્ત્રીઓનાં મુખ આદિ અંગેની, નેત્રાદિ ઉપાંગેની બનાવટ, મનહર ભાષણ, અને કટાક્ષ વિક્ષેપ આદિ અનુરાગ પૂર્વક જેવાં નહિ, અને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૧

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77