Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 58
________________ વિનયવાન શિષ્ય કે વિચાર કરે ? તે બતાવે છે–ારા ઈત્યાદિ. મેક્ષ માર્ગમાં ગમન કરવાવાળા જે ગુરુ અસંયમ માર્ગના ભયરૂપ લજજા, અન્ય પ્રાણીઓના દુઃખને દૂર કરવા રૂપ દયા, સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થવા રૂ૫ સત્તર પ્રકારને સંયમ, તથા બ્રહ્મચર્યની હમેશા શિક્ષા આપે છે-શિક્ષણ આપે છે–તે ગુરુ મહારાજની હું વિનયથી હમેશાં આરાધના કરું છું તાત્પર્ય એ છે કે –લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્યને ઉપદેશ આપીને કલ્યાણ કરવાવાળા ગુરુ મહારાજને બદલ હું એવી વિનય ભકિત યાવત્ જીવન કરૂં તે પણ ચૂકાવી શકું તેમ નથી. અર્થાત ગુરૂનું ત્રણ વિનય ભક્તિ અંદગી ભર કરતા છતા ચૂકાવી શકાય તેમ નથી. એ વિચાર કરીને શુદ્ધ ચિત્તથી ગુરુ મહારાજની આરાધના કશ્વા તત્પર રહે. (૧૩) ના નિસંતે ઈત્યાદિ. રાત્રી પૂરી થયા પછી જેવી રીતે સૂર્ય, સંપૂર્ણ ભરત ક્ષેત્રને પ્રકાશિત કરે છે–અર્થાત પ્રકાશ આપે છે તે પ્રમાણે આગમ અને આચારમાં તત્પર આચાર્ય મહારાજ અર્થીગમોના પ્રતિપાદન કરવાવાળા શબ્દરૂપ પ્રવચનના તને પ્રકાશિત કરે છે એટલા માટે–ને મુનિમંડળના મધ્યમાં દેવેની સભામાં જેમ ઈદ્ર મહારાજ શેભે છે. તેવી રીતે શોભે છે (૧૪) “ના સર” જેવી રીતે નક્ષત્ર અને તારા મંડળથી વેષ્ટિત શરદ ઋતુની પૂર્ણિમા પૂનમને ચન્દ્ર મેઘ રહિત નિર્મલ આકાશમાં શોભા પામે છે. તે પ્રમાણે આચાર્ય મહારાજ સાધુઓના સમૂહમાં શોભી રહે છે(૧૫) “મા ” ઈત્યાદિ–સર્વોત્કૃષ્ટ સમ્યજ્ઞાન આદિ રત્નત્રયનાં અભિલાષી થતા કર્મોની નિર્જરાની ઈચ્છા રાખવાવાળા મુનિ રત્નત્રયના પરમ સ્થાન, મહર્ષિ, અર્થાત મહાન આનન્દનું સ્થાન અને મેક્ષના અભિલાષી દયાન આદિમાં લીન આચાર્ય મહારાજની એકાગ્ર ચિત્ત અને જ્ઞાનાચારની બુદ્ધિથી આરાધના કરે, તથા તેમના મનની અનુકૂળતા પ્રમાણે પ્રવૃત્તિ કરીને તેમને પ્રસન્ન રાખે (૧૬) “જીવન ઈત્યાદિભાગુરૂ મહારાજ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશના અર્થને ધારણ કરવાવાળી બુદ્ધિથી યુકત મુનિ, તીર્થકર ભગવાને કહેલાં વિનય આરાધનાના વચનને સાંભળી પ્રમાદને પરિત્યાગ કરી સાવધાનતાપૂર્વક આચાર્ય મહારાજ તથા દીક્ષા પર્યાયથી મોટા સાધુ મુનિને વિનય કરીને તેમનું સન્માન કરે, એવા વિનીત મુનિ જ્ઞાન-આદિ ઘણું જ ગુણોને પ્રાપ્ત કરી સર્વશ્રેષ્ઠ સિધગતિને પ્રાપ્ત કરી લે છે.(૧૭) શ્રી સુધમ સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જખૂ! ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ મેં તમને સંભળાવ્યું અથવા કહ્યું છે. વિનયસમાધિ નામના નવમાં અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૧૯–૧ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૭.Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77