Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગળાચાર ઇત્યાદિ, નિર્માળ, સરળચિત્ત, રાગ દ્વેષ રહિત, જિતેન્દ્રિય (સાધુ) અનાચારનું (સાવદ્ય ક્રિયાએનું) સેવન કરીને આચાર્યંની સમીપે થેડું પણ છુપાવે કે સ`થા ગેપન કરે નહિ. મુ શબ્દથી અનાચાર ભીરુતા, વિયઽમાવે શબ્દથી માયાચાર રહિતતા, અસંમત્તે શબ્દથી પ્રાયશ્ચિત્ત કરી લીધા પછી ફરી સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ એમ પ્રકટ કરવામાં આવ્યુ છે. (૩૨) અમેરૢ ઇત્યાદિ. પૂજનીય આચાર્ય (ગુરૂ)નાં વચનાને સાધુ સફળ કરે— ઉલ્લંધન ન કરે. એમનાં વચનાને સ્વીકાર કરીને કાર્યરૂપે પરિણત કરે (૩૩) અધુરૂં॰ ઇત્યાદિ જીવન અનિત્ય છે અનિશ્વર છે એવા વિચાર કરીને સાધુ સમ્યગ્ જ્ઞાન સમ્યગ્ દર્શન સમ્યગ્ ચારિત્રરૂપ મેક્ષ માર્ગને સારીરીતે જાણી કરીને તથા એક જીવન અનિત્ય છે, ખબર નથી કે કયારે આ દેહથી સંચેગ છૂટી જશે, એક ક્ષણ સુધી પણ જીવિત રહેવાના નિશ્ચય નથી, એ ભાવના ભાવીને વિષયાથી વિરકત થઈ જાય. (૩૪)
રત્ન ઇત્યાદિ. સાધુ, પોતાની માનસિક શક્તિ, શરીર ખળ; આગમમાં પ્રરૂપિત પદાર્થોની દઢ શ્રદ્ધા, અને નીરાગિતાને જોઇને તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને, અર્થાત્ પેાતાની શકિત આદિના નિશ્ચય કરીને તપાઁ આદિમાં પ્રવૃત્ત થાય. જેથી સંયમ યાગની હાનિ થાય નહિં. (૩૫)
ના॰ ઇત્યદિ જયાં સુધી વૃદ્ધાવસ્થાને કારણે શરીરમાં શિથિલતા નથી આવતી, શરીરને રાગે આવીને ઘેરતા નથી, ઇંદ્રિયની શિતને! હ્રાસ નથી થતા, ત્યાં સુધી એ સ્થિતિ વચ્ચે શ્રુત ચરિત્ર રૂપ ધર્મનું આચરણ ખૂબ કરી લેવું જોઇએ. ચારિત્રની આરાધનાના મુખ્યકાળ એજ છે. વૃદ્ધાવસ્થા આદિમાં કોણ જાણે છે કે કેવી દશા થઈ જશે? (૩૬)
રૢ ઇત્યાદિ પેાતાના આત્માનું હિત ચાહનાર સાધુ, ક્રેધ મેાહુનીયના ઉદ્દયથી ઉત્પન્ન થતા અક્ષમા રૂપ આત્માના વિભાવપરિણામ રૂપ ક્રોધને, ખીજાની હીનતાનું ભાન કરાવનારા માનમેહનીયના ઉયથી ઉત્પન્ન થતાં આત્માના વિભાપરિણામ રૂપ માનને, છળ કપટ રૂપ આત્માપરિણામ તત્વસ્વરૂપ માયાને, તથા લેાલ માહનીયના ઉદ્દયથી થતા ઇચ્છારૂપ આત્માના વિભાવ પરિણામ લેાલને, અર્થાત્ ચારિત્રને દૂષિત કરનારા એ ચાર દોષાને દૂર ત્યાગે, (૩૭)
જોદો પ્રત્યદિ. જેમ ચીનગારીઓની વૃષ્ટિ થવાથી લેાકેા ઉદ્વેગ્ન થઈ જાય છે તેમ કાધાની પ્રજવલિત અંત:કરણવાળાનાં વચનેાથી પશુ લેકે વિરકત થઈ જાય છે. તેથી ક્રોધ પ્રીતિને નાશ કરે છે. માનથી વિનયન નાશ થાય છે, તેથી ચારિત્રનો અભાવ થાય છે. કારણ કે તે તીર્થંકર ગુરૂ દીની મર્યાદાનું અતિક્રમણ કરાવે છે. માયાથી મિત્રની મિત્રતા તૂટી જાય છે અને લાભ તે સર્વસ્વનું સત્યા નાશ જ કરી નાંખે છે, તેથી બધા ગુણ્ણા નષ્ટ થાય છે. (૩૮)
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૩૭