Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 46
________________ અ પ્રગટ કર્યાં છે કે સાધુએ સમસ્ત સાવદ્ય વ્યાપાર કરવામાં ભીરૂ થવું જોઇએ. તથા સંવતું શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ આહાર આદિ કાઇ વસ્તુમાં આસક્તિ રાખવી ન જોઇએ. (૨૪) જૂત્તિી ઇત્યાદિ. સાધુ. લૂખાસૂકા અર્થાત્ વાલ-ચણા આદિ અ ંતપ્રાંત ભિજ્ઞાથી સંતુષ્ટ રહેનારા, જેવી જેટલી નિર્દોષ ભિક્ષા મળી જાય તેમાં સંતુષ્ટ, અધિકની ઈચ્છા ન નાખનારો, સ્વપ ઇચ્છા વાળા તથા પરને પીડા ન પહાંચાડીને અન્નપાન ગ્રહણ કરનારો બને. ત્રણ લેકમાં પ્રસિદ્ધ ક્રોધનું કડવું પરિણામ પ્રતિપાદન કરનારા જિન પ્રવચને સાંભળીને તદનુસાર કપિ ક્રોધ ન કરે. લૂખી-સૂકી ભિક્ષા મળવાથી અથવા કોઇનાં કઠોર વચનથી ચિત્તમાં ખેદ્ઘ ન લાવે. æવિત્તૌ શબ્દથી મનને વશ રાખનાર થવું જોઇએ એમ સૂચિત કર્યું છે. મુસંતુકે શબ્દથી લાભ પરીષહને જીતનાર અને એમ પ્રગટ કર્યું છે વ્િછે થી નિદાનરહિતતા સૂચિત કરી છે. મુદ્દે શબ્દથી જેટલે આહાર મળી જાય તેટલા થીજ સતાષ રાખવાનું પ્રગટ કર્યું છે. બામ્રુત્ત ન નચ્છિન્ના એ પદથી કષાયના ત્યાગ કરવા એજ જિનશાસનનું રહસ્ય છે, એમ પ્રગટ કર્યું છે (૨૫) નમુત્ત્વ. ઇત્યાદિ. સાધુ શ્રવણેન્દ્રિયને સુખ ઉપજાવનારા મનેજ્ઞ શબ્દોમાં સ્નેહ (રાગ) ન રાખે, અર્થાત્ સ્ત્રી અર્દિની કોમળ મીઠી ભાષા, એનાં ભૂષણાના ઝણઝણાટ, સ્વર અને તાલથી ચૈાભિત ગાન અથવા વીણા આદિના શબ્દ સાંભળીને અનુરકત ન થાય. શરીરથી દુ:ખદ અને કર્કશ સ્પ સહન કરે અર્થાત્ એવા સ્પથી દ્વેષ ન કરે, આ કથન અન્ય ઈંદ્રિયવિષયનું પણ ઉપલક્ષણ છે. તેથી ઈંદ્રિયાના કાઇ પણ વિષયમાં રાગ દ્વેષ ન કરવા જોઇએ. (૨૬) વુઃ ઇત્યાદિ, સાધુ ઉદ્વિગ્ન (ખિન્ન) ન થતાં ક્ષુધા પિપાસા, વિષમ શયન આદિનાં સ્થાન, ટાઢ તાપ, મેહનીય કર્મીના ઉદ્ભયથી ઉત્પન્ન અરતિ નામક નાકષાય, અને ચાર વાઘ આદિથી થતા ભયને સહન કરે કારણ કે કાયકલેશને સહન કરવાથી નિર ંતર સુખવાળુ મેાક્ષફળ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે માર પ્રકારની તપસ્યામાં કાયકલેશ પણ એક તપ છે તેથી એને સહન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, (૨૭) ત્યાં અર્થમિક ઇત્યાદિ. જ્યારે સૂર્ય અસ્ત થાય અર્થાત સંધ્યાકાળના આરભથી રાત્રિના અંત સુધી–જ્યાંસુધી સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત ન થાય સુધી સર્વ પ્રકારના અન્નાદિ આહારને સાધુ મનથી પણ ન ચાહે. સ ંનિધિ રાખવાની તો વાતજ શી ? તાત્પર્ય એ છે કે સૂર્યાસ્તની પછી સૂર્યદિય સુધી આહારને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૫

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77