Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 44
________________ પાંચે ઈદ્રિય તથા મનને દમન કરવામાં તત્પર તથા સાવધાન થઈને ત્રણ કરણ યોગથી એની યતના કરવામાં પરાયણ રહે. શિષ્ય-હે ગુરૂમહારાજ સૂક્ષ્મ સ્નેહકાય તે બધી બાતુઓમાં રાત ને દિવસ પડયા કરે છે, તે પછી સાધુ એની યતના કેવી રીતે કરી શકે ? ગુરૂ–હે શિષ્ય ! જે પ્રદેશ ઉપરથી આચ્છાદિત ન હોય, ત્યાં રાત્રે નિવાસ કરવાનું, બેસવાનું, સૂવાનું કે હરવા–ફરવાનું સાધુને કલ્પતું નથી. જે જરૂરી કાર્ય હિોય તે શરીરને વસ્ત્રાદિથી ઢાંકીને નિવાસ સ્થાનની મર્યાદિત ભૂમિની અંદર ઓછાયામાં જઈ શકે છે. દિવસમાં તે સૂર્યમંડળની ગરમીથી સૂક્ષ્મ સ્નેહકાય પડતાં જ નષ્ટ થઈ જાય છે. તેથી દિવસે તેની યતનાને માટે આવરણની આવશ્યક્તા હતી નથી, તેમ જ દિવસે હરવા-ફરવા આદિથી સંયમમાં સૂકમ સ્નેહકાયના નિમિત્તથી કઈ પ્રકારને દોષ લાગતું નથી, કારણ કે વિહાર ભૂમિમાં વિચારવાની સાધુને શાસ્ત્રમાં ભગવાને આજ્ઞા આપી છે જેની સર્વથા રક્ષા કર્યા વિના ચારિત્રની આરાધના થઈ શકતી નથી, એ સમાવેખ પદથી પ્રકટ કર્યું છે, પ્રમાદી સાધુ સૂક્ષ્મ કાયની રક્ષા સારી રીતે કરી શક્તો નથી એ મધુમત્ત શબ્દથી સૂચિત કર્યું છે સવિંચિસના પદથી એમ વ્યક્ત કરવામાં આવ્યું છે કે રાગદ્વેષને ત્યાગ કરવાથી જ યતનાનું પાલન થઈ શકે છે. (૧૬) ઘુવંજ ઈત્યાદિ. કાષ્ટ આદિના પાત્રનું, નિવાસ ભૂમિનું, ઉચ્ચાર પસવણની ભૂમિનું, શયને પગી તૃણું આદિના બનેલા સંસ્તારકનું, પીઠ, ફલક આદિ આસનનું એકાગ્ર ચિત્તથી યથાકાલ સાધુ અવશ્ય પ્રતિલેખન કરે. ઉપલક્ષણથી મુખવસ્ત્રિકા અને રજેહરણ આદિ બધાં ઉપકરણોનું પણ પ્રતિલેખન કરે. (૧૭) ૩રવા.૦ ઈત્યાદિ. સાધુ, જીવ રહિત સ્થાનમાં સમ્યક પ્રકારે જોઈને ઉચ્ચાર પ્રસવણ કફ તથા નાક-કાનનો મેલ ત્યાગે. ઉચ્ચાર પ્રસવણ આદિનો ત્યાગ અચિત્ત પ્રદેશમાં જ કરે જોઈએ; અચિત્ત પ્રદેશને નિશ્ચય સારી રીતે પ્રતિલેખન કર્યા વિના થઈ શકતું નથી, તેથી કરીને સ્થાનનું પ્રતિલેખન કરીને જ મલાદિને પરિઠવવા જોઈએ. (૧૮) પવિત્ર ઇત્યાદિ. ગોચરી માટે ગયેલે સાધુ ભેજન પાનને માટે અથવા ગ્લાન સાધુ ઔષધાદિને માટે ગૃહસ્થને ઘરમાં પ્રવેશ કરીને યતનાપૂર્વક ઊભું રહે, હાથ પગ ન હલાવે, પરિમિત ભાષણ કરે અર્થાત્ કઈ પૂછે તે કહે કે હું ભિક્ષાને માટે આવ્યો છું. આહાર લેતી વખતે કેવળ એટલે જ પ્રશ્ન કરે કે આ ભેજન કેને માટે બનાવ્યું છે ? કેણે બનાવ્યું છે ? એમ પૂછવાથી સંશય રહેતું નથી કે–આ ભેજન નિરવદ્ય છે કે સાવદ્ય એ ઉપરાંત નિપ્રયેાજન ભાષણ ન કરે, તથા દાતા સ્ત્રી આદિની સુંદરતા તરફ ચિત્ત ન લગાડે (૧૯) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૩૩

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77