Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 41
________________ નહિં અને ભેદનારને ભલેા જાણે નહિ; તથા તેના ઉપર રેખા કરે નહિ, તેને ઘસે નહિ, બીજા પાસે એ ક્રિયાઓ કરાવે નહિ, અને કરનારને ભલે જાણે નહિ. (૪) મુદ્ધપુો ઇત્યાદિ સંયમી શસ્ત્રથી અપરિણત-સચિત્ત ભૂમિપર તથા સચિત્ત રજના સંસર્ગથી યુકત આસનપર બેસે નહિ, અને જે ભૂમિ અચિત્ત હોય તેનાપર પણ એના સ્વામીની આજ્ઞા લઈને રજોહરણથી પ્રમાર્જન કરીને બેસે, માર્ગોમાં જ્યારે સ્થાનના સ્વામી હાજર ન હાય, ત્યારે શક્રેન્દ્રની આજ્ઞા લઈને સાધુ બેસવા આદિ ક્રિયા કરે. એવી સાધુ સમાચારી છે. સચિત્ત ભૂમિપર તે સ્વામીની આજ્ઞા લઇને પણ બેસવું ન જોઇએ, કારણકે ત્યાં એસવાથી પૃથિવીકાયના જીવોની વિરાધનાના પરિહાર થઇ શકતા નથી, અને અચિત્ત ભૂમિ આદિપર સ્વામીની આજ્ઞા વિના બેસવું ન જોઇએ. એમ ન કરવાથી અદત્તાદાન ઢોષ લાગે છે. (૫) હવે અપકાયની ચતના કહે છે સીમોન ઇત્યાદિ. ચોખા સંયમી ભૂમિગત નદી, ફૂવા, તળાવ આદિના સચિત્ત જળને, કરાને, વર્ષાના જળને, હિંમને કદાપિ સેવે નહિ પરંતુ ઊનું પાણી, ઓસામણ, તથા તલ, અને છાશની પરાશ તથા છાશનું ધાવણ પ્રાસુક હાય તા એના સ્વામીની યાચના કરીને ગ્રહણ કરે. (૬) ઉત્É ઇત્યાદિ. ભિક્ષા આદિને માટે ગએલે સાધુ વર્ષોં આદિના સચિત્ત જળથી ભીંજાય તે પેાતાના શરીરને વસ્ત્ર આદિથી લૂછે નહિ, તેની ઉપર આંગળી આદિથી રેખા દોરે નહિ. ભીંજેલા શરીરને કેાઈનું સ ંઘટન ન કરે, કે કોઇના અ ંગેાપાંગને સ્પર્શ ન કરે આ ઉપલક્ષણ છે તેથી એમ પણ સમજી લેયું જોઈએ કે–સાધુ સચિત્ત જળથી ભીંજાયલાં વજ્રપાત્રને લૂછે પણ નહિ, સ્પર્શ ન કરે, નીચાવે નહિં અને તડકામાં સૂકવે નહિ. (૭) હવે તેજસ્કાયની યતના કહે છે- રૂંવા ં. ઇત્યાદિ સયમી અંગારાને, લેઢા આદિના ગાળામાં પ્રવેશેલા અગ્નિને, અગ્નિની જવાળાને અગ્નિ સાથેના અર્ધા અળેલાં લાકડાંને બાળે નહિ અને ઘણુ આદિ કરીને અગ્નિને ઉત્પન્ન કરે નહિં, તેમજ અંગારા આદિને જળાદિથી બુઝાવે નહિ. તાત્પર્ય એ છે કે અગ્નિકાયના આરભથી ચારિત્રને ઘાત થાય છે તેથી સાધુ સાથા અગ્નિકાયના આરંભ ત્યાગે. (૮) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૦

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77