Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 40
________________ વાયશુદ્ધિ નામક સાતમા અધ્યયનમાં “ભાષાના ગુણદેષ જાણીને નિરવદ્ય ભાષા બેલવી જાઈએ” એવો ઉપદેશ આપે છે કિંતુ જે આચાર (સંયમ) નું પાલન કરવામાં ઉપયોગ રાખતું નથી. એની ભાષા શુદ્ધિ થતી નથી, તેથી કરીને હવે આચાર પ્રણિધિ નામક આઠમાં અધ્યયનનું પ્રતિપાદન કરે છે. ગવાણિજિં ઈત્યાદિ. સુધર્માસ્વામી જંબૂને કહે છે કે-હે જંબૂ! શાસ્ત્રમાં કહેલી મર્યાદાનું નામ આચાર છે, એમાં સાવધાન રહેવું એ આચારપ્રણિધિ છે; અથવા ઉત્તમ નિધિનિધાનની સમાન આચાર પ્રણિધિને જાણીને ભિક્ષુએ જે પ્રકારે આચરણ કરવું જોઈએ, તે લોક સિદ્ધ તથા તીર્થકર ભગવાન અને ગણધરીએ પ્રરૂપેલી આચાર પ્રણિધિ યા એની વિધિ તમારી સામે કુમશઃ કહીશ, તે મારી પાસેથી સાંભળો. સુત્રમાં માયાવળિ એ પદથી સૂચિત કર્યું છે કે જેમ નિધિ દરિદ્રતાને દૂર કરીને દુઃખેને નાશ કરી નાખે છે, અને સંપત્તિની પ્રાપ્તિ કરાવીને મનુષ્યને વિભૂષિત કરે છે, તથા સુખી બનાવે છે તેમ આચાર કર્મરૂપી દરિદ્રતાને દૂર કરીને સાધુને સકળ દુઃખથી મુકત કરે છે, અને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય રૂપી સંપત્તિથી ભિત કરીને અક્ષય મેક્ષને પ્રાપ્ત કરાવે છે. પણ શબ્દમાં જ ઉપસર્ગ જોડવાથી એમ પ્રકટ થાય છે કે–અન્ય પૌગલિક નિધિઓથી તે અલ્પકાળને માટે જ સુખની પ્રાપ્ત થાય છે, પરંતુ આ આચાર રૂપી નિધિથી એવું અનુપમ સુખ મળે છે કે જેને ક્યારે પણ નાશ થતો નથી (૧) કુર્તાવંત્ર ઇત્યાદિ–હવે આચાર પ્રણિધિની વિધિનું પ્રતિપાદન કરે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા બીજ સહિત વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય તથા શ્રીન્દ્રિય આદિ ત્રસ પ્રાણી, એ સર્વ જીવ શબ્દના વાચ્ય છે, અર્થાત્ એ બધા જીવ છે, એમ તીર્થકર આદિ મહર્ષિઓએ કહ્યું છે. (૨) સિંહ ઈત્યાદિ જ્યારે ભિક્ષુ મનવચન અને કાયાથી અર્થાત્ એ ત્રણ ગેમાંના કોઈ પણ રોગથી હિંસા નથી કરતું, ત્યારે જ સમસ્ત હિંસાને પરિત્યાગી બની શકે છે. તેથી કરીને પૃથિવી આદિ હિંસાથી સદા સર્વદા દૂર રહેવું જોઈએ એ પ્રકારે હિંસાને ત્યાગ કરનાર સાધુ સંયત કહેવાય છે. (૩) પૃથિવીકાયની યતના કહે છે-વિંગ ઇત્યાદિ. ચારિત્રની આરાધના કરવામાં તત્પર સંયમી પૃથિવીને, નદિ આદિના કિનારાના પત્થરને, માટીના ઢેફને, મનવચન કાયાથી ભેદે નહિ, બીજા દ્વારા ભેદાવે શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77