Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદયથી ઉત્પન્ન થઈ છે. તેમ કઈ કારણથી ઘાને પ્રાપ્ત થએલી વ્યકિતની પ્રતિ એમ કહે કે પ્રહારથી એને ઘાત થયેલ છે. (૪૨)
વ્યાવહારિક વિષયમાં પૂછવામાં આવતાં યા ન પૂછાતાં સાધુને બેસવાને નિષેધ કહે છે–સવુi૦ ઈત્યાદિ.
આ વસ્તુ બધાથી સારી છે, અધિક મૂલ્યવાનું છે, અનુપમ છે. એના જેવી બીજી કઈ વસ્તુ નથી, આ વસ્તુ વિત થઈ નથી, અર્થાત્ જેવી ને તેવી જ છે, બહુ ગુણવાળી હોવાથી અવર્ણનીય છે. આ વસ્તુ સારી નથી, હાનિકારક છે, એમ ન કહેવું જોઈએ. એમ કહેવાથી સાંભળનારાઓમાં પરસ્પર અપ્રીતિ થાય છે અને અંતરાય આદિ દોષ લાગે છે; એ કારણથી ચારિત્ર દૂષિત થઈ જાય છે (૪૩)
સવ- ઈત્યાદિ. જે કઈ સાધુને પિતાને સંદેશે કહેવાનું કહે યા ન કહે તે સાધુ એમ ન કહે કે હું આપને આ સંદેશે એને કહીશ, તથા એમ પણ ન કહે કે એણે આ પ્રમાણે જ કહ્યું છે; કિન્તુ સાધુ સર્વત્ર ગ્રામનગર આદિમાં કહેવા યોગ્ય વિષયોનો વિચાર કરીને એવું બોલે કે જેથી મૃષાવાદ આદિ દેષ ન લાગે. (૪૪)
મુરજીયંત્ર ઇત્યાદિ કેઈએ ખરીદેલી વસ્તુ જોઈને એમ ન કહે કે તમોએ બહ સારી વસ્તુ ખરીદી છે, સારી રીતે વેચી છે. એ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા રોગ્ય છે, ગોળ ધાન્ય આદિ ખરીદી લે તેથી ભવિષ્યમાં લાભ થશે. આ ખરીદેલી વસ્તુને જલ્દી વેચી નાંખે કારણ કે ભવિષ્યમાં ભાવ ઘટી જવાથી નુકસાન થશે એમ કહેવાથી આરંભ આદિ દેષ લાગે છે. (૪૫)
મgવા ઈત્યાદિ. ખરીદવા–વેચવા ગ્ય વસ્તુ હોય તે સાધુ એવું અનવદ્ય વચન બેલે કે–સસ્તુ છે યા મેંદુ છે વેચવા ખરીદવા આદિ વ્યાપાર વિષયમાં સાધુને ભાષણ કરવાનો અધિકાર નથી. (૪૬)
ગૃહસ્થના વિષયમાં ભાષાને નિષેધ બતાવે છે તેવા હત્યાદિ.
આ પ્રમાણે પ્રજ્ઞાવાન્ ધીર સાધુ અસંયત અર્થાત ગૃહસ્થને એમ ન કહે છે. બેસે, આવ, કર, સૂઈજાઓ ઊભા રહો યા જાઓ. ધીરે શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે-જે કઈ લેકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે યા જાય તો પણ તેના આદરને માટે પિતાના ચારિત્રમાં સંકેચ ન કરે જોઈએ. (૪૭)
વ. ઇત્યાદિ લેકમાં ઘણુય વેશ ધારી અસાધુઓ સાધુ કહેવાય છે, પરંતુ એ સાધુઓના વિષયમાં સાધુ શબ્દને પ્રગ ન કરે, અર્થાત્ એમને સાધુ ન કહે. સાધુને જ સાધુ શબ્દથી બેલે–જેમકે, “આ સાધુ છે. કારણકે અસાધુને સાધુ કહેવાથી મિથ્યા વ અને મૃષાવેદ આદિ દેષ લાગે છે, તથા સાધુને સાધુ ન કહેવાથી મત્સરતા આદિ દેષ લાગે છે. (૪૮)
સાધુ કોને કહે જોઈએ તે હવે કહે છે– નાન ઈત્યાદિ. સમ્યગજ્ઞાન સમ્યગદર્શનથી સંપન્ન અને સત્તર પ્રકારના સંયમ તથા બાર
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૨૫