Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 23
________________ ગૃહસ્થના વાસણુમાં લેાજન કરવાથી ભિક્ષુ સંયમથી ભ્રષ્ટ કેવી રીતે થઈ જાય છે, તે કહે છે-મીમો ઇત્યાદિ. સાધુ જો ગૃહસ્થના પાત્રમાં આહાર કરે તે તેને આહાર કરવા માટે તથા એ ભેાજન કરતા હાય તે વખતે કર્દિ બીજાને ભેજન કરાવવા માટે ગૃહસ્થદ્વારા સચિત્ત જળથી એ કાંસા આદિનાં વાસણેાને ધાવામાં આવે છે તેથી તથા થાળી આદિને ધાવાથી ખાળમાં પાણી જવાથી, એકેન્દ્રિય આદિ અનેક પ્રાણીએની હિંસા થાય છે. એમ થવાથી તેમાં કેવળી ભગવાને કેવળજ્ઞાન ભાનુથી (સૂર્યથી) અસયમ (સયમનેા ભંગ) જોયા છે. (પર) પ્રજ્જામં॰ ઇત્યાદિ ગૃહસ્થના વાસણમાં આહાર કરવાથી સાધુને પશ્ચાત્કમ દોષ પણ લાગે છે, કારણ કે આહાર કર્યાં પછી ગૃહસ્થ સંચિત્ત જળથી થાળી આદિને ધુએ છે. તેવીજ રીતે પુર:ક-સાધુના આગમનથી પૂર્વે સાધુને માટે કરેલું ધાવા આદિનું ક-દોષ પણ લાગે છે. આથી કરીને ગૃહસ્થના પાત્રમાં આહાર કરવાનું મુનિઓને કલ્પતું નથી. તેટલા માટે ચારિત્રભંગથી ખચવાને માટે સાધુ ગૃહસ્થના પાત્રમાં આહાર કરતા નથી. (૫૩) પંદરમું સ્થાન કહે છે–ત્રસંહ્નિ ઇત્યાદિ નેતરથી ભરેલી ખુરશી, પલંગ, ખાટલે, આરામ ખુરશી તથા ઉપલક્ષણથી અન્ય સર્વ પ્રકારનો શયન આસન પર બેસવું યા સૂવું એ તીર્થંકર ગણુધરદ્વારા અનાચરિત છે. અર્થાત તીર્થંકર ગણધર આદિ મા મહાપુરૂષ એ ખુરશી પલંગ આદિનું સેવન કર્યું નથી, તેથી સાધુને તે કલ્પતુ નથી, (૫૪) ખુરશી આદિ પર ન બેસવાનું કે નહિ સૂવાનું કારણ એ છે કે તેમાં પ્રાણીઓનું પ્રતિલેખન કરવું દુષ્કર હાય છે, એ વાત દર્શાવવાને માટે પહેલાં ‘પ્રતિલેખન કર્યાં વિના સાધુએ કયાંય પણ ન બેસવું જોઈએ અને ન સૂવું જોઇએ’ એ વાત કહે છે-નાટ્િ॰ ઇત્યાદિ. તીર્થંકર ભગવાનાં વચનેને અનુસારે અનુષ્ઠાન કરનારા મુનિ પ્રતિલેખન કર્યાં વિના ખુરશી પલગ આદિ પર ન બેસે કે ન સૂએ. સામાન્ય આસન તથા કાષ્ઠના આસન (પાર્ટ) પર પણ પ્રતિલેખન કર્યા વિના બેસવું કે સૂવું ન જોઈએ. અહીં ગામન્ત્રી આર્શાદ પદ્મ ઉપલક્ષણ છે, તેથી બીજી જે જગ્યાએ પણ બેસવું કે સૂવું હોય ત્યાં પશુ સાધુ પ્રતિલેખન કર્યા વિના બેસે કે સૂએ નહિ, અર્થાત સાધુએ સર્વોત્ર પ્રતિલેખન કરીને જ બેસવું કે સૂવું જોઇએ. (૧૫) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૨

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77