Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂવાઇi૦ ઈત્યાદિ, એ અગ્નિ પ્રાણીઓને ઘાત કરે છે, એમાં નાંખેલા તણખલાં કાષ્ઠ આદિને અગ્નિ ભસ્મ કરી નાખે છે, એ વાત બધા લોકોમાં પ્રત્યક્ષ સિદ્ધ છે એમાં જરાએ સંશય નથી. જેથી સાધુ અંધકારમાં દીવાના પ્રકાશને માટે, અથવા ટાઢ લાગવાથી તાપવાને માટે અથવા અન્ય કોઈ પ્રયાજનથી અગ્નિને બિલકુલ આરંભ કરતા નથી–એટલે સુધી કે એના ઘટનાને પણ ત્યાગ કરે છે. આશય એ છે કે અગ્નિનો આરંભ ચારિત્રને વિઘાત કરનારે છે, તેથી તે સાધુઓને આચરણીય નથી. છે ૩૫
તદા ઇત્યાદિ તેથી સાધુ દુર્ગતિમાં પહોંચાડનાર અનેક દેષ જાણીને તેજાના સમારંભને યાવાજજીવ ત્યાગ કરે. . ૩૬
દશમું સ્થાન કહે છે–પાક્સ ઈત્યાદિ. - બુદ્ધ તીર્થકર ભગવાન પિતાના કેવળજ્ઞાનથી તેજસ્કાયની પેઠે વાયુકાયના સમારંભને પણ અત્યંત સાવદ્યબહુલ જાણે છે. તે કારણે ષકાયના રક્ષક સાધુઓએ વાયુકાયનો સમારંભ કર્યો નથી. તાર્દિ એ શબ્દથી એમ બેધિત કર્યું છે કેવાયુકાયની વિરાધના અનર્થોનું મૂળ અને ચારિત્રને ઘાત કરનારી છે, તેથી ષટ્યાયની રક્ષામાં સદા સાવધાન રહેનારા મુનિઓ મુખ પર દેરા સહિત મુખવસ્ત્રિકા બાંધે છે, કારણ કે તે એ વિચાર કરે છે કે- જે મુખવસ્ત્રિકા ન બાંધે તે મુખને ગરમ શ્વાસ આદિ દ્વારા સૂમવ્યાપી સંપાતિમ અને વાયુકાય જીની વિરાધના તથા સાવદ્યભાવાભાષિત્વ આદિ દોષ લાગે છે. પરંતુ હાથમાં મુખત્રિકા શખવાથી વાયુકાયની યતના સમ્યક પ્રકારે થઈ શકતી નથી ૩૭
“તાઢિયંગ ઈત્યાદિ.
સાધુ પંખાથી, કમળ આદિના પાંદડાથી, અથવા વૃક્ષની શાખ આદિથી વાયુકાયની ઉદીરણા સ્વયં કરતા નથી, બીજા દ્વારા ઉદીરણ કરાવતા નથી તથા ઉદીરણા કરવાની અનુમોદના કરતા નથી. (૩૮)
બંવિ' ઇત્યાદિ જે વસ્ત્ર પાત્ર કંબલ રજોહરણ હોય છે તેથી પણ વાયુકાયની ઉદીરણા કરતા નથી, કિ, યતના પૂર્વક તેમને ધારણ કરે છે અર્થાત વાદિને એવી રીતે ધારણ કરવાં જોઈએ કે જેથી વાયુકાયની વિરાધના ન થાય. (૩૯)
તન્હાઈત્યાદિ. એથી કરીને સાધુ દુર્ગતિને વધારનારા એ દોષને જાણીને યાજજીવન વાયુકાયના સમારંભને ત્યાગ કરે છે. (૪૦)
વપક્ષડું ર૦, વપલ્સરું વિ૦, તા. ઈત્યાદિ ત્રણ ગાથાઓ છે એનું વ્યાખ્યાન પૃથિવીકાયની ગાથાઓની પેઠે છે ભેદ કેવળ એટલે જ છે કે પૃથિવીકાયની જયાએ વનસ્પતિ શબ્દ કહે. (૪૧ ૪૨ ૪૩)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨