Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તદેવઈત્યાદિ. પ્રજ્ઞાવાન સાધુ વિચરતાં ઉદ્યાન, પર્વતે અને વનમાં જઈને ત્યાં મોટાં મોટાં વૃક્ષે જોઈને એમ (આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે)ન બેલે. (૨૬)
વૃક્ષના વિષયમાં ભાષાને નિષેધ કહે છે––ગઢ૦ ઈત્યાદિ.
આ વૃક્ષ મહેલના થાંભલા બનાવવા એગ્ય છે, ફાટક બનાવવા ગ્ય છે, મકાન બનાવવા ગ્ય છે, શહેરના દરવાજાની ભેગળ, ઘરના દરવાજાની ભેગળ યા નીકા બનાવવા એગ્ય છે, લાકડાનાં વાસણ બનાવવા ગ્ય છે, એવું ભાષણ ન કરે). એને આગળ ત્રીજી ગાથા સાથે સંબંધ છે. (૨૭)
gિ૦ ઈત્યાદિ આ વૃક્ષ બાજઠ બનાવવાને ગ્ય છે, પાયલી બનાવવા રોગ્ય છે, હળ બનાવવા ગ્ય છે, મતિક (ખેતરને બરાબર કરવાની લાકડાની ચેકી) બનાવવા ગ્ય છે, ઘાણી બનાવવા એગ્ય છે, પાયા મધ્ય ભાગ બનાવવા ગ્ય છે, અથવા સેનીના કામ આવે તેવાં લાકડાંનાં ઉપકરણ (ઓજાર)ને યોગ્ય છે. (૨૮)
માલvi૦ ઈત્યાદિ. આ વૃક્ષમાંથી ખુરશી આદિ આસન, પલંગ આદિ શય્યા, પાલખી આદિ વાહન, અથવા ઉપાશ્રયનાં ઉપકરણે આદિ બનાવવા એ ઠીક છે. પ્રજ્ઞાવાનું સાધુ એકેન્દ્રિય આદિ પ્રાણીઓની હિંસા કરનારા એ પ્રકારની ભાષા ન બેલે, અથવા એમ ન કહે કે આ વૃક્ષ આસન, શયન, યાન આદિ બનાવવાં યંગ્ય છે (૨૯)
વૃક્ષના વિષયમાં ભાષણ કરવાની વિધિ કહે છે. તહેવ૦ ઈત્યાદિ.
સાધુ વિહાર કરતાં ઉદ્યાન પર્વત અને વનમાં વૃક્ષોને જોઈને આવશ્યકતા હોય તે આ પ્રમાણે બેલે. (૩૦)
હવે વૃક્ષોના વિષયમાં ભાષણને પ્રકાર બતાવે છે-ગામતા ઇત્યાદિ.
આ વૃક્ષે ઉચ્ચ જાતિનાં છે, લાંબાં છે, ગેળ છે, વિસ્તૃત છે, શાખાપ્રશાખાઓથી સમૃદ્ધ છે. આ બધાં વૃક્ષે દર્શનીય (સુંદર) છે, એવું ભાષણ કરે (૩૧)
ફળોના વિષયમાં ભાષાને નિષેધ કરે છે: તાપથારું ઇત્યાદિ.
એ પ્રકારે, આ કેરી આદિ ફળ પાકેલાં છે, અથવા ખાડામાં ભેંસામાં દબાવી રાખવાથી અથવા તુષભંગ આદિ ભરેલા છિદ્રવાળા માટી આદિના વાસણમાં રાખીને અગ્નિજવાલાની ગરમીના સંગથી પકાવીને પછી ખાવા ગ્ય છે, એમ ન કહે આ ફળ ખૂબ પાકી ગયા હોવાથી અત્યારે જ ખાવા લાયક છે, આ ફળ અત્યારે કમળ છે, તેમાં બીજ પડ્યાં નથી, આ ફળ ચીરવા-ફાડવા યોગ્ય છે, એવું પણ પ્રજ્ઞાવાન્ સાધુ ન કહે. (૩૨)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૨૨