Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર-હે શિષ્ય! સાંભળે વ્યવહારભાષાથી એમ બેલવાને કારણે મુનિઓને અસત્ય દેષ લાગતો નથી, કારણ કે એ બધાં વાકયે એ ભાષાની અપેક્ષા રાખીને બલવામાં આવે છે. એ પ્રકારે વ્યવહાર ભાષાનું ભાષણ કરવાની આજ્ઞા તીર્થકર ભગવાને આપી છે. તે સાથે એ વાત પણ છે કે–જે ભાષાથી તને અપલાપ યા પ્રાણીઓને દુઃખ થાય તે મૃષાવાદ કહેવાય છે, એટલે પૂર્વોકત ભાષામાં મૃષાવાદદેષ નથી. (૨૧)
મનુષ્ય આદિના વિષયમાં અવાય ભાષાનો નિષેધ કહે છે- તહેa૦ ઈત્યાદિ.
એ પ્રકારે સાધુએ મનુષ્ય, પશુ, પક્ષી, અજગર, આદિના વિષયમાં એવું ભાષણ ન કરવું જોઈએ કે-આ મનુષ્ય, પશુ પક્ષી આદિ કેવી મેટો-તાજે-જાડે છે, તેની ફાંદ નીકળી છે, એ શસ્ત્રથી મારી નાંખવા યોગ્ય છે, અગ્નિ આદિમાં પકાવવા લાયક છે. એવું ભાષણ કરવાથી હિંસક લકે એ પશુ પક્ષી આદિને મારવામાં પ્રવૃત્તિ કરશે, તેથી તથા તસંબધી પ્રષિથી ચારિત્ર ભંગ થશે. (૨૨)
પ્રસંગે ઉપસ્થિત થાય તે શું કહે? તે બતાવે છે_ઈત્યાદિ.
એ મનુષ્ય આદિને બળવાન અથવા પુષ્ટ અવયવવાળે તથા પરિપૂર્ણ અંગે પગવાળે કહે, અથવા પ્રસન્ન (દુઃખ બાધા રહિત)યા મહાકાય કહે. (૨૩)
વળી પણ તિર્યંચોના વિષયમાં ભાષાનો નિષેધ કરે છે–તદેવ, ઈત્યાદિ.
આ ગાયે દેહવા ગ્ય છે, તેમને દેહવાનો વખત થઈ ગયો છે, આ વાછડા દમન કરવા ગ્ય છે, એ હળ આદિને જોડવા યોગ્ય થઈ ગયા છે, યા રથ કે ગાડામાં જોડવા લાયક છે, એવું કથન પ્રજ્ઞાવાન સાધુ ન કરે. તાત્પર્ય એ છે કે ગાયે ને દેહવી, વાછડા ને દમવા, આદિથી તેમને અનેક પ્રકારનું કષ્ટ થાય છે, તેથી અને લેકનિંદાને કારણે સાધુના ચારિત્રમાં મલિનતા આવે છે અને પ્રવચનની લઘુતા થાય છે. (૨૪)
ગાય ઈત્યાદિના વિષયમાં બોલવાની આવશ્યકતા જણાતાં તેને પ્રકાર કહે. છે–વં. ઇત્યાદિ.
આ બળદ જવાન છે, આ ગાય દૂધ આપે તેવી છે, તથા આ બળદ નાને છે, આ યોગ્ય છે, ધુર્ય છે, એમ કહે. તાત્પર્ય એ છે કે નાના વાછડાને નાને કહે, હળ આદિમાં જોડવા ગ્યને માટે યા જુવાન કહે, રથમાં જોડવા યોગ્ય ને સંવહન આદિ કહે કે જેથી વાછડા આદિને કષ્ટ આપવાની ભાવના ન થાય. (૨૫)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨