Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નખ, તૃણુ તથા ખનિત્ર (ખાદવાનું એજાર) આદિ દ્વારા પૃથ્વી કાયની વિરાધના કરનાર, પૃથ્વી કાયના આશ્રયમાં રહેવાવાળા દેખાતા અથવા સૂક્ષ્મ શરીરવાળા હોય તે ન દેખાતા એવા વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની વિરાધના કરે છે, અર્થાત એમને અવશ્ય પીડા ઉપજાવે છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીકાચની વિરાધના કરનારાઓને દૃશ્ય-અદૃશ્ય વિવિધ પ્રકારના જીવાની વિરાધનાના દોષ લાગે છે. ૫ ૨૮ ॥ ઉપસંહાર– તન્હા ઇત્યાદિ—પૃથિવીકાયની ઉપમનાથી વિવિધ પ્રાણીઓની હિંસા થાય છે. એ કારણે નરક આદિ દુર્યંતિએમાં લઈ જનારા કર્મ ખધ આદિ અનેક દેષને જાણીને યાજજીવ પૃથિવીને ખાદ્યવી આદિ રૂપ પૃથ્વીકાયના આર ંભને સાધુ ત્યાગ કરે. સુદળ પદથી એમ સૂચિત કર્યું છે કે એક પૃથિવીકાયની વિરાધના કરવાથી પૃથિવીપર આશ્રિત અનેક પ્રકારના ત્રસ-સ્થાવર પ્રાણીઓની હિંસા થવાથી વારંવાર દુર્ગતિએની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૫ ૨૯ ૫
આòમુ સ્થાન કહે છે- જ્ઞાપાય॰ ઇત્યાદિ સયમમાં સાવધાન સાધુ મન વચન કાયા તથા કૃત કારિત અનુમેદનાથી અર્થાત્ ત્રણ કાણુ અને ત્રણ યાગથી અપકાયની હિંસા કરતા નથી. !! ૩૦
આજાય ત્યાદિ અપકાયની વિરાધના કરવાવાળા અપકાયાશ્રિત દૃશ્યઅદૃશ્ય વિવિધ ત્રસ સ્થાવર જીવાની હિંસા કરે છે. માકીના ભાગ અઠાવીસમી ગાથા મુજબ સમજવા. ૫ ૩૧ ॥
સમ્હા ઇત્યાદિ તેથી મુનિ દુર્ગતિ વધારનારા દોષોને જાણીને અપકાયના આરંભના ત્રણ કરણ ત્રણ ચગે કરીને ત્યાગ કરે. ॥ ૩૨ L
નવમું સ્થાન કહે છે. નાચતેય ઇત્યાદિ,
સાધુ તેજસ્કાયને પ્રજ્વલિત કરવાની પણ ઇચ્છા કરતા નથી, કારણ કે અગ્નિનું ઉદ્દીપન કરવું એ અનેક જીવાની વિરાધનાનું કારણ હાવાથી પાપ છે. એ એવા શસ્ત્ર સમાન છે. કે જેને બેઉ બાજુએ ધાર હોય એટલે કાઇ પણ બાજુએ એનેા સ્પ થવા અશકત છે. તાત્પર્ય એ છે કે એક ચિનગારીને પણ પ્રજવલિત કરવાથી અસ ંખ્યાત જીવાની વિરાધના થાય છે, તેથી એ સયમીના સંયમને અત્યંત હાનિ પહોંચાડે છે. ૫ ૩૩ t
વાળં ઇત્યાદિ. અગ્નિ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં એમ ચારે દિશાએમાં તથા ચારે વિદિશામાં અને ઉ૫૨ નીચે અર્થાત્ દસે દિશાઓમાં રહેલા પ્રાણીએને આવે છે. ૫ ૩૪
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
U