Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 24
________________ ખુરશી આદિ પર બેસવામાં દેષ બતાવે છે—૧મીર૦ ઇત્યાદિ. ખુરશી આદિમાં રહેનારાં પ્રાણીઓના નિશ્ચય થવા બહુજ કઠીન છે. અથવા તેઓ એવા દુરવગાહ (ન જોઈ શકાય તેવા) સ્થાનમાં રહે છે કે તેમની પ્રતિલેખના દુષ્કર છે, અથવા ખુરશી આદિનાં છિદ્રો પ્રકાશરહિત હાય છે તેથી તેમાં રહેનારાં માંકડ આદિ પ્રાણીઓની પ્રતિલેખના થઈ શકતી નથી. એ કારણે તીર્થંકર ભગવાને ખુરશી પલંગ અને ૨ શબ્દથી ખાટલે અને આરામ ખુરશી પર બેસવા—સુવાને નિષેધ કર્યાં છે. નિષદ્યા અને પીઠકની પ્રતિઃખના થઈ શકે છે, તેથી ભગવાને તેના નિષેધ કર્યાં નથી. (૫૬) નિષદ્યા નામક સેાળમું સ્થાન કહે છે—નૌવર૧૦ ઇત્યાદિ. ભિક્ષાચરીને માટે ગયેલા સાધુ ગૃહસ્થના ઘરમાં જે બેસે છે તે મિચ્છારૂપ ફળ આપનારા અનાચારને પ્રાપ્ત થાય છે, જેનું કથન આગળ કરવામાં આવે છે. (૧૭) ગૃહસ્થના ઘરમાં બેસનારા સાધુના દોષ બતાવે છે–નિવૃત્તી॰ ઇત્યાદિ. ગૃહસ્થના ઘરમાં બેસવાથી ચોથા બ્રહ્મચ મહાવ્રતને વિનાશ થાય છે, પ્રાણીઓની હિંસા થવાથી સચમના ઘાત થાય છે, અર્થાત ભિક્ષાથે બેઠેલા સાધુને માટે આહાર બનાવવાથી તે આહાર આધાર્મિક આદિ દોષોથી દૂષિત થાય છે, અને તેને ગ્રહણ કરવાથી ષટ્કાયના જીવોની વિરાધનાને દ્વેષ સાધુને લાગે છે. તેમજ ભિક્ષાને માટે આવેલા વનીપક ( ભિખારી ) આદિને ભિક્ષામાં અ ંતરાય ( વિઘ્ન) પાડે છે અને સ્ત્રીના સાંનિધ્યથી સાધુની પ્રત્યે અને સાધુના સાંનિધ્યથી સ્ત્રીની પ્રત્યે ગૃહસ્વામીને ક્રેધ આવે છે. (૫૮) બીજા પણ દોષો કહે છે-અનુત્તી ઇત્યાદિ. સ્ત્રીની સાથે ભાષણ કરવાથી તથા સાનુરાગ અવલેાકન કરવાની બ્રહ્મચ વ્રતમાં મલીનતા આવે છે. સ્ત્રીના સંપર્ક રહેવાથી બ્રહ્મચર્ય વ્રતમાં શાકા થાય છે સ્ત્રીના હાવભાવ આદિના દેખાવથી સાધુના ભાવ (પરિણામ) કામવાસના-વાસિત થઈ જાય છે. સ્ત્રીને જ સર્વાં સુખાનું મૂળ સમજીને તે એવી કુતર્ક ણા કરવા લાગે છે કે—આગલા જન્મમાં ફળ આપનારા તથા મુશ્કેલીથી પાળવા ચેાગ્ય આ બ્રહ્મચર્ચામાં શું બન્યુ છે ? એવા કુતાઁ ઉત્પન્ન થવાથી બ્રહ્મચર્ય'માં શકાકાંક્ષા ાદિ દોષો ઉત્પન્ન થાય છે. આગળમાં કહ્યું છે કે “બ્રહ્મચર્યાં મહાવ્રત પાળવા માટે નિન્જ જો સ્ત્રીની મનેાહર-મનારમ ઈદ્રિયોનું અવલેાકન કરે, વિચાર કરે, તે બ્રહ્મચર્યોંમાં શકા—કાંક્ષા-વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, તથા સંયમના ભંગ, ઉન્માદ્, દીર્ઘકાલીન શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૩

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77