Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છે? મને કોણે જકડી રાખ્યો છે, બંધન તૂટતા કેમ નથી ? મારે મુક્ત થવું છે. મુક્ત કેમ બનવું, તેનો ઉપાય શો?
અંદરથી જવાબ આવે છે, તું જ્ઞાની ગુરુ ભગવંત સત્પુરુષના ચરણે ચાલ્યો જા તેઓ તને જવાબ આપશે. પુરુષાર્થ ઉપાડ. તે જે ઉપાયો દર્શાવે તેને તું અપનાવી લેજે. સાધક ઊભો થાય છે, અબ્ભષ્ઠિઓમિ કરે છે. ગુરુચરણ શરણમાં પહોંચી જાય છે. અધ્યાત્મમાં રહેલા બિહામણા જંગલને પાર કરવાની સંજ્ઞમેળ તવેનં બે જડીબુટ્ટી ગુરુભગવંત આપે છે. એક આચરણ યોગ્ય સંયમાનુષ્ઠાનની જડીબુટ્ટી અને બીજી તપાનુષ્ઠાનની જડીબુટ્ટી આપે છે અને મુમુક્ષુ આત્માને સમજાવે છે. તે તારી આંખો બંધ કરી બિહામણું જંગલ જોયું. તેના ઊંડાણમાંથી તને જવાબ મળ્યો ગુરુચરણમાં જા. તું આવ્યો હવે તારે સમજવાનું છે કે જંગલની અંદર મંગલ સમાયેલું છે. જે મંગલ છે તે જ તું છો. આ બે જડીબુટ્ટીનો ઉપયોગ સાધનાથી સિદ્ધ કરવાનો છે. આ જડીબુટ્ટીની સિદ્ધિ થશે એટલે જંગલ અદશ્ય થઈ જશે. તારું વાસ્તવિક સ્વરૂપ મંગલરૂપે પ્રગટ થશે. તારે શૂરવીર થઈને જંગલ અદશ્ય ન થાય ત્યાં સુધી તેમાં જ રહેવાનું છે. તે જંગલમાં સંયમની જડીબુટ્ટી લૂંટવા માટે કેટલાયે લૂંટારુઓ આવશે.
તારી જડીબુટ્ટી નહીં મળે તો તને હેરાન કરશે. ઘાયલ કરશે. જ્યારે જ્યારે ઘાયલ થા, ત્યારે આ બીજી જડીબુટ્ટી લગાવીને તું ઘા રૂઝાવી દેજે. ઘા રૂઝાય નહીં ત્યાં સુધી જંગલમાં જવાનું માંડી વાળજે. આ સંયમાનુષ્ઠાનમાં જ રહેજે.
મુમુક્ષુ સાધક– ગુરુદેવ ! મારે આહાર-વિહાર-નિહાર કરવા જવું પડે ત્યારે શું કરવાનું ?
ગુરુદેવ બોલ્યા– ત્યારે જવાનું પણ આ જડીબુટ્ટી સાથે રાખીને જવાનું, જવાનું સર્વ સ્થાને પણ આ બે જડીબુટ્ટી સાચવીને. જો હવે સાંભળી લે, તે સંયોગ સંબંધ છોડયો સંસારના સંબંધો છોડી દીધા, નિવૃત્તિના ક્ષેત્રે આવી ગયો, ફક્ત વિષય કષાયનું જંગલ પાર કરવાનું જ રહ્યું. તે જંગલ વિરલ લોકો જ પાર કરી શકે છે. આપણા તીર્થંકરો, ગણધરો આદિ અનંત અનંત આત્માઓ પાર થયા છે. તેઓએ જે જે અનુભવ કર્યો છે અને મંગલતાને વર્યા છે તે જ આત્માઓએ આપણને તારવા આ બે જડીબુટ્ટી આપી
છે.
જંગલ પાર કરવાની રીત દર્શાવનારું આ અધ્યાત્મ ગીતા સમ નિશીથ સૂત્ર
37