Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી નિશીથ સૂત્ર
ઇચ્છે અથવા ક્યારેક અયોગ્યને આચાર્ય પદે સ્થાપિત કરાતાં હોય તો સંઘની શોભા કે સંઘના રક્ષણ માટે સ્વયં અથવા અન્ય દ્વારા પોતાના લક્ષણોની જાણકારી આપી શકે છે, ત્યારે પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેવા સમયમાં પણ ક્લેશ કદાગ્રહની વૃદ્ધિ ન થાય તે રીતે વ્યવહાર કરવો જોઈએ.
ગીતાદિ ગાવા ઃ
૨૫૮
२९ जे भिक्खू गाएज्ज वा हसेज्ज वा वाएज्ज वा णच्चेज्ज वा अभिणएज्ज वा हयहेसियं वा हत्थिगुलगुलाइयं वा उक्किट्ठसीहणायं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગીત ગાય, હાસ્ય કરે, વાજિંત્ર વગાડે, નાચે, અભિનય કરે, ઘોડા જેવો કે હાથી જેવો અવાજ કરે, સિંહનાદ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
:
ગીત, હાસ્ય, વગેરે ઉપરોક્ત પ્રવૃત્તિઓ મોહનીય કર્મના ઉદય અને ઉદીરણા જનિત છે. સાધુ તો હંમેશાં મોહની ઉપશાંતિમાં પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓ માટે આવી પ્રવૃત્તિઓ અયોગ્ય છે. હાસ્ય, વાંજિત્ર વાદન, કોઈની નકલ કરવી અથવા પશુઓના અવાજ કરવા તે સંયમ માર્ગ માટે નિરર્થક છે. આ પ્રવૃત્તિઓમાં આત્મ અસંયમ અને જીવ વિરાધનાનો સંભવ હોવાથી સાધુ માટે તે ત્યાજ્ય છે. ઉત્તરાધ્યયન અધ્યયન—૩૫ માં તેઓને કાંદર્ષિક કહ્યા છે. તેઓ સંયમ વિરાધક બની દુર્ગતિને પ્રાપ્ત કરે છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ધર્મકથા કરતાં, ધર્મ પ્રભાવના માટે ધર્મસાપેક્ષ ગીત ગાય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. તે જ રીતે આપત્તિ સમયે રક્ષા માટે કોઈ અવાજ કરવો પડે તો તેનું પ્રાયશ્ચિત્ત ન સમજવું. ગાયકનું લક્ષ માત્ર કલા પ્રદર્શિત કરવાનું હોય અથવા માત્ર મનોરંજન માટે ધર્મ નિરપેક્ષ ગીત ગાય તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વાજિંત્રોના શબ્દ શ્રવણમાં આસક્તિઃ
| ३० जे भिक्खू भेरिसद्दाणि वा पडहसद्दाणि वा मुरजसद्दाणि वा मुइंगसद्दाणि वा णं दिसद्दाणि वा झल्लरीसद्दाणि वा वल्लरिसद्दाणि वा डमरुयसद्दाणि वा मडुयसद्दाणि वा सदुयसद्दाणि वा पएससद्दाणि वा गोलुंकिसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराणि वितताणि सद्दाणि कण्णसोय-वडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભેરીના શબ્દો (૧) પડહ(ઢોલ) (૨) મુરજ (૩) મૃદંગ (૪) નંદી (૫) ઝાલર (૬) વલ્લરી (૭) ડમરુ (૮) મડુય (૯) સદુય (૧૦) પ્રદેશ અને (૧૧) ગોલુકીના શબ્દો તથા તેવા પ્રકારના અન્ય વિતત—ચર્મ મઢિત વાધના શબ્દોને સાંભળવાની અભિલાષાથી જાય કે જનારનું અનુમોદન કરે,
३१ जे भिक्खू वीणासद्दाणि वा विपंचिसद्दाणि वा तूणसद्दाणि वा वव्वीसग सद्दाणि वा वीणाइयसद्दाणि वा तुंबवीणासद्दाणि वा झोडयसद्दाणि वा ढंकुणसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराणि तताणि सद्दाणि कण्णसोयवडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) વીણાના શબ્દો (૨) વિપંચી (૩) તૂણ (૪) વવ્વીસગ (૫) વીણાદિક