Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૬ ]
શ્રી નિશીથ સૂત્ર
સંસ્વેદિમ- બાફેલા કઠોળ કે શાકભાજી વગેરેનું ધોયેલું પાણી, (૩) ચાઉલોદક—ભાત(ચોખા)નું ધોવણ, (૪) વારોદક–ગોળ વગેરેના વાસણ ધોયેલું પાણી, (૫) તિલોદક (૬) તુષોદક (૭) યવોદક (2) ઓસામણ (૯) સોવીર–સળગતા લાકડાંને પાણીમાં બોળી બુઝાવવામાં આવે તે પાણી અથવા કાંજીના ધોયેલા વાસણનું પાણી (૧૦) છાસની પરાશ (૧૧) શુદ્ધોદક, આ સર્વ પ્રકારના પાણી જે તત્કાલના ધોયેલા હોય, જેનો રસ પરિવર્તિત થયો ન હોય, જીવોનું ચ્યવન થયું ન હોય, શસ્ત્ર પરિણત થયા ન હોય, પૂર્ણ રૂપે અચિત્ત થયા ન હોય, તેવા ધોવણ પાણીને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તત્કાલના ધોવણ પાણી ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે આચા., શ્રુ. ૨, અ. ૧, ઉ. ૭, સૂ. ૮૯નું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આગમોમાં અનેક જગ્યાએ અચિત્ત શીતલ જળનું અર્થાત્ ધોવણ પાણીનાં નામોનું કથન છે. તેમાં ગ્રાહ્ય અને અગ્રાહ્ય બંને પ્રકારના પાણી દર્શાવ્યા છે. અગિયાર પ્રકારના ગ્રાહ્ય ધોવણ પાણી - (૧) ઉત્તેદિમ – લોટથી લિપ્ત હાથ કે વાસણ ધોયા હોય તે ધોવણ. (૨) સંસ્વેદિમ – ઉકાળેલા તલ, પત્ર, શાક આદિનું ધોએલું પાણી. (૩) તંદુલાદક – ચોખાને ધોએલું પાણી. (૪) તિલોદક - તલને ધોએલું પાણી. (૫) તુષોદક – તુષનું ધોવાણ- મગની દાળ વગેરેના ફોતરા કાઢવા માટે ધોયેલું પાણી. (૬) જવોદક - જવને ધોયેલું પાણી. (૭) આયામ - છાસની પરાશ. (૮) સોવર – ગરમ લોખંડ, લાકડી વગેરેને ઠારવા પાણીમાં બોળવામાં આવે તે પાણી. (૯) શુદ્ધોદક– હરડે, બહેડા, ત્રિફલા, રાખ, લવિંગ આદિ પદાર્થોથી અચિત્ત બનાવેલું પાણી (આ પાણી કોઈ વસ્તુ કે વાસણ ધોયા વિના તૈયાર કરેલા હોવાથી શુદ્ધોદક કહેવાય છે. (૧૦) વારોદક - ગોળ વગેરેના ઘડા-વાસણ ધોએલું પાણી. (૧૧) આશ્લેકાંજિક–ખાટા પદાર્થોનું ધોવણ. બાર પ્રકારના અગ્રાહ્ય ધોવણ અને અગ્રાહ્યતાનું કારણ:- (૧) આમ્રોદક–કેરીનું ધોએલું પાણી, (૨) અમ્બાડોદક–આમ્રાતક–ફળ વિશેષનું ધોએલું પાણી, (૩) કપિત્થોદક-કવીઠનું ધોએલું પાણી, (૪) બીજ પૂરોદક–બીજોરાનું ધોએલું પાણી, (૫) દ્રાક્ષોદક–દ્રાક્ષનું ધોએલું પાણી, (૬) દાડિમોદક-દાડમનું ધોએલું પાણી, (૭) ખજુરોદક–ખજૂર ધોએલું પાણી, (૮) નાલિકેરોદક—નારિયેળનું ધોએલું પાણી (૯) કરીરોદક–કેરનું ધોએલું પાણી, (૧૦) બદિરોદક બોરનું ધોએલું પાણી, (૧૧) આમલોદક-આમળાનું ધોએલું પાણી (૧૨) ચિંચોદક–આમલીનું ધોએલું પાણી.
આ ફળોનું ધોવણ પાણી અચિત્ત થઈ શકે છે, તે ફળ પાણીમાં થોડો સમય રહેવાથી કે ધોવાથી ફળનો રસ તથા તેના ઉપર લાગેલા અન્ય પદાર્થોનો સ્પર્શ તે પાણીને અચિત્ત કરે છે, પરંતુ આ ફળોમાં રહેલા ગોઠલી, બીજ કે તેના ડીંટ વગેરે સચિત્ત પદાર્થ પાણીમાં હોવાની સંભાવનાને લક્ષ્યમાં રાખી આચા. શ્ર.-૨, અ.-૧, ઉ.-૮માં તેવા પ્રકારના ધોવણને અકલ્પનીય અગ્રાહ્ય કહ્યા છે. સવીરં, સંવનિ:- આ સૂત્રમાં સોવીર અને આસ્લકજિક આ બંને શબ્દનો પ્રયોગ થયો છે. (૧) ટીકા ગ્રથોમાં “સોવીર’નો અર્થ કાંજી કર્યો છે. હિંદી કોશમાં કાંજીનો અર્થ આ પ્રમાણે છે– મીઠું-જીરું નાંખી તૈયાર કરેલું સ્વાદિષ્ટ, પાચક, ખાટું પીણું. આ સૂત્રમાં આ અર્થ સંગત થતો નથી. આ સૂત્રમાં ધોરણ પાણીની વાત છે અને સોવીરનો અર્થ કાંજી કરીએ, તે તો એક સ્વાદિષ્ટ પીણું જ કહેવાય, ધોવણ નહીં. અઠ્ઠમ સુધી ધોવણ પાણી વાપરી શકાય તેવો આગમોમાં ઉલ્લેખ છે. આવું સ્વાદિષ્ટ પીણું ઉપવાસમાં પીવું કલ્પે નહીં. માટે અહીં સોવરનો પરંપરાથી પ્રાપ્ત થતો અર્થ- ગરમ લોખંડાદિ ધાતુને પાણીમાં