Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય છે. સાફ કર્યા પછી પણ લોહી નીકળતું હોય તો એક-બે અને ઉત્કૃષ્ટ ત્રણ વસ્ત્ર(પાટ) બાંધીને અન્ય સાધુ સાથે આગમ વાચનાનું આદાન-પ્રદાન કરી શકાય છે, સ્વાધ્યાય કરી શકાય નહીં. ઘા આદિ ઉપર બાંધેલા ત્રણે પાટા લોહીવાળા થઈ જાય તો પુનઃ તેને સાફ કરવું આવશ્યક છે અને પછી જ તે વાચનાનું આદાન-પ્રદાન કરી શકાય છે. (૨) સ્વકીય ઠત ધર્મ સંબંધી અસ્વાધ્યાય – ઋતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસનો ગણાય છે. આ અસ્વાધ્યાય આગમના મૂળપાઠના ઉચ્ચારણ સંબંધી જ સમજવો અર્થાત્ આગમના મૂળપાઠનો સ્વાધ્યાય ન કરવો. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૭, સૂત્ર-૧૮ અનુસાર સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય કાળમાં આગમની વાચના લઈ શકાય છે તથા આપી પણ શકાય છે, તે માટે ભાષ્યમાં વિધિ બતાવી છે કે રક્ત આદિની શુદ્ધિ કરી આવશ્યક્તાનુસાર એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ સાત વસ્ત્ર પટ રાખીને સાધ્વી કે શ્રાવિકાઓ વાંચણીમાં ઉપસ્થિત રહી શકે છે. વિપરીત ક્રમથી વાચના પ્રદાનઃ१६ जे भिक्खू हेट्ठिल्लाइं समोसरणाई अवाएत्ता उवरिल्लाइं समोसरणाई वाएइ वायंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પહેલાં દેવા યોગ્ય સૂત્રોની વાચના આપ્યા વિના પછી દેવા યોગ્ય સૂત્રોની વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू णव बंभचेराई अवाएत्ता उत्तमसुयं वाएइ वाएंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નવ બ્રહ્મચર્ય અધ્યયન નામક આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના આપ્યા વિના ઉત્તમ શ્રતની વાચના આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
જે રીતે મકાનનો પ્રથમ માળ(નીચેનો), હેફિલ કે અધિસ્તન માળ કહેવાય છે અને બીજો માળ ઉવરિલ' કહેવાય છે, તેમ આ સૂત્રમાં પ્રથમ વાચના દેવા યોગ્ય શાસ્ત્ર “હેટ્ટિલ” અને ત્યાર પછી વાચના દેવા યોગ્ય શાસ્ત્ર “ઉવરિલ' કહેવાય છે. આગમ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક આદિની જે અનુક્રમથી વાચના આપવાની હોય, તે જ અનુક્રમથી વાચના આપવી જોઈએ, જેમકે– (૧) આચરાગની વાસના પ્રથમ અપાય છે અને સૂયગડાંગ સૂત્રની વાચના પછી અપાય છે. (૨) શ્રુતસ્કંધમાં પ્રથમ શ્રુતસ્કંધની વાચના પહેલાં અને બીજા શ્રુતસ્કંધની વાચના પછી અપાય છે. (૩) અધ્યયનોમાં પ્રથમ અધ્યયન અને તેમાં પણ પ્રથમ ઉદેશકની વાચના પહેલાં અને પછીના અધ્યયન, ઉદ્દેશકની વાચના પછી અપાય છે. (૪) ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે ક્રમથી આગમની વાચના આપવી જોઈએ. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધ્યયનની પ્રથમ અને શેષ અધ્યયન ક્રમથી પશ્ચાતું વાચના અપાય છે. આવશ્યક સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપર્યુક્ત ક્રમ જે ચૂર્ણિકારે બતાવ્યો છે, તેને આચારાંગની પૂર્વનો ક્રમ જ સમજવો જોઈએ.