Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી નિશીથ સૂત્ર
પાણીથી નાવને ડુબતી જોઈ હાથ, પગ, પીપળાના પાન, કુશપત્ર, માટી, વસ્ત્ર કે વસ્ત્ર ખંડથી છિદ્રને બંધ કરે કે બંધ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
નૌકામાં કોઈ કારણથી પાણી ભરાય જાય તો તેને પાત્રથી કાઢવું તથા કોઈ છિદ્રમાંથી પાણી આવતું દેખાય તો તેને કોઈપણ સાધનથી બંધ કરવું કે નાવિકને સૂચના આપવી વગેરે પાણી સંબંધી કોઈપણ પ્રવૃત્તિ સાધુ માટે કલ્પનીય નથી. આ પરિસ્થિતિમાં સાધુએ ધ્યાનમાં લીન બની, શાંત ચિત્તથી, બૈર્યપૂર્વક સમય વ્યતીત કરવો જોઈએ. નૌકા સંબંધી આવું કોઈ કાર્ય કરે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકા વિહાર સમયે આહારનું ગ્રહણ-સેવન:१७ जे भिक्खू णावागओ णावागयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- નાવમાં રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू णावागओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।। ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१९ जे भिक्खू णावागओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा પડદે, વડાëત વા સારૂ I ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી કાદવમાં ઊભા રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू णावागओ थलगयस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू जलगओ णावागयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ - પાણીમાં રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू जलगओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।