Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮ |
શ્રી નિશીથ સૂત્ર
અથવા જે ગૃહસ્થને ત્યાં પ્રતિદિન નિયમિત રૂપથી શ્રેષ્ઠ સરસ આહારનું દાન અપાતું હોય તે ગૃહસ્થ નિમંત્રણ આપે કે ન આપે, તેને ત્યાંથી તે આહાર લાવવાથી પણ સૂત્રોક્ત લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. દાન પિંડનું ગ્રહણ:
३३ जे भिक्खू णितियं पिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં તૈયાર કરેલા પૂર્ણ આહારનું દાન અપાતું હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू णितियं अवड्भागं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જે ઘરમાં હંમેશાં આહારનો અર્થોભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू णितियं भागं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં આહારનો ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે. ३६ जे भिक्खू णितियं उवड्ढभागं भुंजइ, भुजुतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં આહારનો છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સુત્રોમાંાિતિયં ઈષ આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. પૂર્વે ૩રમાં સુત્રમાણિતિયં અપs શબ્દનો પ્રયોગ છે. ત્યાં (કરમાં સૂત્રમાં) અગ્ર એટલે શ્રેષ્ઠ, વિશિષ્ટ વ્યક્તિઓ માટે બનાવવામાં આવતા વિશિષ્ટ આહારને નિત્ય આમંત્રણપૂર્વક સાધુ-સાધ્વી ગ્રહણ કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ ચાર સૂત્રોમાં નિત્ય દાન દેનાર કુળોમાંથી આહાર લેવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આ સૂત્રોમાં સાધારણ વ્યક્તિઓ માટે દાનાર્થ બનાવેલા સાધારણ આહારને ગ્રહણ કરવા સંબંધી જ વિધાન છે. પ્રસ્તુત સૂત્રગત મુખ્ય શબ્દોનો અર્થ ભાષ્યમાં આ પ્રમાણે છે
पिंडो खलु भत्तट्ठो, अवड्ड पिंडो तस्स य अद्धं ।
भागो तिभागमादि, तस्सद्धमुवड्ढभागो य ॥१००९॥ ગાથાર્થ–પંડ- સંપૂર્ણ ભોજન-સામગ્રી, આહાર, ઝવઠ્ઠ-આહારનો-રસોઈનો અર્થોભાગ, તિભાઆહાર-રસોઈનો ત્રીજો ભાગ અને ૩વરૃ- તેનો(ત્રીજા ભાગનો) અર્ધા અર્થાત્ છઠ્ઠો ભાગ
આચા. અ.૧, ઉર્દૂ. ૧, સૂત્ર–૧૦માં કહ્યું છે કે જે કુળમાં નિત્યપિંડ કે નિત્યઅગ્રપિંડ, નિત્ય આહારનો અર્થોભાગ, ત્રીજો ભાગ કે છઠ્ઠોભાગ દાનમાં અપાય છે, તેવું જાણે તો સાધુ તેવા કુળોમાં આહાર માટે પ્રવેશ કરે નહીં. દાન માટે અલગ રાખેલો આહાર સાધુ ગ્રહણ કરે તો દાનમાં અંતરાય પડે, દાન માટે