Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૬ ]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૨ પ્રકારની વીણા કહી છે, તેમાંથી સાત શરીરના અંગોપાંગજન્ય વીણાનો આકાર છે અને પાંચ વનસ્પતિજન્ય છે. વીણા જેવો ધ્વનિ મુખ-હાથ વગેરેથી ઉત્પન્ન કરી શકાય છે, તેવો ધ્વનિ કાઢવા મુખાદિનો વિશિષ્ટ પ્રકારનો આકાર બનાવવો પડે છે. ૩૩માં સૂત્રમાં મુખાદિનો તેવા આકાર બનાવવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે અને ૩૪મા સૂત્રમાં મુખાદિ દ્વારા વીણા વગાડવા સંબંધી અર્થાત્ વીણા જેવો ધ્વનિ કાઢવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે. ૩પ માં સુત્રમાં વીણાની જેમ અન્ય કોઈ પણ વાંજિત્ર જેવા અવાજ પશુ-પક્ષીના અવાજ, મુખાદિથી ઉત્પન્ન કરવા અથવા પત્થર, કાચ વગેરે દ્વારા વિવિધ અવાજ-ધ્વનિ ઉત્પન્ન કરવા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
મુખાદિથી વીણાવાદન કરવું, તે ચંચલવૃત્તિનું દ્યોતક છે. માન સંજ્ઞાની પ્રધાનતા તથા કુતૂહલવૃત્તિથી આ કાર્ય સંભવે છે. મુખ આદિ અવયવોથી વણા જેવો ધ્વનિ ઉત્પન્ન કરવા મુખાદિને વિકૃત કરવા પડે મુખાદિથી વીણા વગાડવા જતાં કે વિકૃત આકાર કરવા જતાં તે અવયવને નુકશાન થાય તો આત્મવિરાધના થાય. વનસ્પતિજન્ય વીણા બનાવવા માટે વનસ્પતિનું છેદન કરવું પડે. વીણા બનાવવામાં વનસ્પતિના જીવોની વિરાધના થાય છે. શરીરાવયવ નિષ્પન્ન કે વનસ્પતિ નિષ્પન્ન વીણાથી વાદન કરતાં વાયુકાયિક જીવની પણ હિંસા થાય છે, તેથી સંયમ વિરાધના થાય છે. મુખાદિથી વીણાવાદન જેવી પ્રવૃત્તિઓ સ્વ-પરને વ્યામોહિત કરનારી છે. આવા દોષોની સંભાવનાને લક્ષ્યમાં રાખી સાધુએ શરીરના અવયવો કે વનસ્પતિ દ્વારા વીણાવાદન કરવું જોઈએ નહિં. ઔદેશિક આદિ સ્થાનમાં પ્રવેશ:३६ जे भिक्खू उद्देसियं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ‘દેશિક શય્યા-સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू सपाहुडियं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ‘સપ્રાભૃતિક શય્યા–સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू सपरिकम्मं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી “સપરિકર્મ શય્યા–સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સાધુ-સાધ્વીઓના ઉતરવાના, રહેવાના સ્થાન માટે શય્યા, વસતિ કે ઉપાશ્રય શબ્દોનો પ્રયોગ આગમોમાં દષ્ટિગોચર થાય છે. આ સૂત્રોમાં સાધુ માટે શય્યા વિષયક પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચારાંગ, શ્ર-૨, ઉ.–૧માં ઔદેશિકાદિ શધ્યા(મકાન)માં રહેવાનો નિષધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઔદેશિક, સપ્રાભૃતિક અને સપરિકર્મા એવી શય્યા કે મકાનમાં નિવાસ કરવા માટે સાધુ-સાધ્વી તેમાં પ્રવેશ કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. કણિયું - ઔદેશિક શય્યા. જે મકાનનું નિર્માણ સાધુ માટે કરવામાં આવે તે મકાન ઔશિક શય્યા