Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૨
શ્રી નિશીથ સૂત્ર
દસમો ઉદ્દેશક
પરિચય ROORROROOR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનોનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આચાર્ય ગુરુ કે રત્નાધિક પૂજનીય શ્રમણ ભગવંતોને કઠોર વચન, રૂક્ષ વચન કે કઠોરતા યુક્ત રૂક્ષ વચન કહેવા અથવા કોઈ પણ પ્રકારની આશાતના કરવી, અનંતકાય સંયુક્ત આહાર કરવો, આધાકર્મ દોષયુક્ત આહારનું સેવન કરવું, વર્તમાન અથવા ભવિષ્ય સંબંધી નિમિત્ત કથન કરવું, શિષ્યનું અપહરણ કે વિપરિણમન કરવું, દીક્ષાર્થીનું અપહરણ કે વિપરિણમન કરવું, આગંતુક સાધુને આગમનનું કારણ પૂછ્યા વિના આશ્રય આપવો, કલહ ઉપશાંત ન કરનારા અથવા પ્રાયશ્ચિત્ત ન કરનારા સાથે આહાર કરવો, પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કરવી અથવા વિપરીત પ્રાયશ્ચિત્ત આપવું, પ્રાયશ્ચિત્ત સેવન, તેના કારણો અને સંકલ્પને સાંભળીને અથવા જાણીને પણ તે ભિક્ષુની સાથે આહાર કરવો, સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં સંદેહ હોવા છતાં પણ આહાર કરવો, રાત્રિના સમયે મુખમાં આવેલા આહાર પાણીના ઘચરકાને ગળી જાવો, ગ્લાનની સેવા ન કરવી અથવા વિધિ-વિવેક પૂર્વક સેવા ન કરવી, ચાતુર્માસમાં વિહાર કરવો, પર્યુષણ(સંવત્સરી)ની આરાધના નિશ્ચિત્ત દિને ન કરતા અન્ય દિવસે કરવી, પર્યુષણના (સવંત્સરીના) દિવસ સુધી લોચ ન કરવો, પર્યુષણના દિવસે(સંવત્સરીનો) ચૈાવિહારો ઉપવાસ ન કરવો, પર્યુષણા કલ્પ નામનું અધ્યયન ગૃહસ્થોને સંભળાવવું, ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ કરવા, આ પ્રવૃત્તિઓનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.