Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૬૪ ]
શ્રી નિશીથ સૂત્ર
(૧૭) વર્તમાન ભવને ફરી પ્રાપ્ત કરવાના સંકલ્પથી નિદાન કરીને (૧૮) તીર, ભાલા, આદિથી વિંધાઈને (૧૯) વેહાનસ- ગળે ફાંસો ખાઈને (૨૦) ગીધ આદિ પક્ષીથી શરીરનું ભક્ષણ કરાવીને તથા આ પ્રકારના આત્મઘાત રૂપ અન્ય કોઈ પણ બાલ મરણોની પ્રશંસા કરે છે અથવા પ્રશંસા કરનારની અનુમોદના કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૯૧ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૦ પ્રકારના બાલમરણ(આત્મહત્યા)ની પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ભગ, શ.-૧૩, ૬-૭, સૂ.-૮૧માં; ઠાણાંગ સૂત્ર, સ્થા.-૨, -૪, સૂ.-૧૧માં, આ ૨૦ પ્રકારના મરણોને ૧૨ પ્રકારનાં મરણોમાં સમાવિષ્ટ કર્યા છે. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે– આ બાર પ્રકારનાં બાલ મરણોમાંથી કોઈ પણ બાલ મરણની પ્રશંસા કરવાનું ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પ્રારંભના ચાર મરણોમાં પડીને મરવાની' સમાનતા હોવાથી એક મરણ ભેદ થાય છે. ત્યાર પછી ચાર મરણોમાં “કુદીને મરવાની સમાનતા હોવાથી તેમનો પણ એક ભેદ થાય છે. એવી રીતે નવમાં અને દસમા મરણનો એક તથા અગિયારમા અને બારમા મરણનો એક ભેદ થાય છે. આ રીતે બાર મરણોને બદલે ચાર મરણ ભેદ થઈ જાય છે અને શેષ વિષભક્ષણાદિ આઠ મરણના આઠ ભેદ ગણવાથી કુલ બાર ભેદોનો સમન્વય થઈ જાય છે.
આચા, શ્ર.-૧, અ.-૮, ઉ.-૪માં બ્રહ્મચર્ય રક્ષાને માટે વૈહાનસ મરણ સ્વીકારવાનું વિધાન છે અને તે આત્મા માટે હિતકારી અને કલ્યાણકારી છે. સંયમ અથવા શીલની રક્ષાને માટે વૈહાનસ મરણ કે અન્ય કોઈ પણ પ્રકારના મરણથી શરીરનો ત્યાગ કરવો તે બાલ મરણ નથી.
આ ૧૨ અથવા ૨૦ પ્રકારના બાલ મરણ આત્મઘાત કરવાની વિભિન્ન પદ્ધતિ છે. અજ્ઞાની જીવો દ્વારા કષાયવશ તેનો સ્વીકાર કરવામાં આવે છે, તેથી તેને બાલ મરણ કહે છે. બાલ મરણોની પ્રશંસાથી થતા દોષ :- (૧) બાલ મરણની પ્રશંસા કરવાથી સાંભળનારા કોઈ વિચારે કે “અહો આ આત્માર્થી સાધુ” આવા મરણોની પ્રશંસા કરે છે, તો તે વાસ્તવમાં કરવા યોગ્ય લાગે છે, તેમાં કોઈ દોષ નહીં હોય. (૨) સંયમથી ખિન્ન કોઈ સાધક આ પ્રકારે સાંભળીને બાલ મરણ સ્વીકાર કરી શકે છે, ઇત્યાદિ દોષોની ઉત્પત્તિનું કારણ હોવાથી સાધએ બાલ મરણની પ્રશંસા કરવી ન જોઈએ.
આ મરણની પ્રશંસા કરવી પણ અકલ્પનીય છે, તો આ મરણનો સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવાનો નિષેધ સ્વતઃ સિદ્ધ જ થઈ જાય છે, માટે મુમુક્ષુ સાધક આ પ્રકારના મરણની કદાપિ ઇચ્છા ન કરે, પરંતુ આવા કારણો ઉપસ્થિત થાય ત્યારે સમભાવ અને શાંતિની વૃદ્ધિ માટે સાધના કરે તથા સંલેખના રૂપ પંડિત મરણનો સ્વીકાર કરે. તેમ કરવામાં સંયમની શુદ્ધિ અને આરાધના થઈ શકે છે, પરંતુ દુઃખોથી ગભરાઈને અથવા તીવ્રકષાયથી પ્રેરિત થઈને બાલ મરણનો સ્વીકાર કરવાથી પુનઃપુનઃ દુઃખ પરંપરાની જ વૃદ્ધિ થાય છે.
પ્રસ્તુત ઉદ્દેશકના ૩૮ સુત્રોમાં ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.