Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧ર |
શ્રી નિશીથ સૂત્ર
આ જ અગિયાર સ્થાનોમાં મળ-મૂત્ર પરઠવાનું પ્રાયશ્ચિત્ત અને વસ્ત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત ક્રમશઃ સોળમા અને અઢારમા ઉદ્દેશકમાં છે. સચેત પદાર્થ કાઢીને અપાતા પાત્રનું ગ્રહણ:३१ जे भिक्खू पडिग्गहाओ तसपाणजाई णीहरइ, णीहरावेइ, णीहरियं आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી ત્રસપ્રાણીને સ્વયં કાઢે, અન્ય પાસે કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू पडिग्गहाओ ओसहि-बीयाई णीहरइ, णीहरावेइ, णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી ઘઉં આદિ ઔષધિ-ધાન્યને તથા જીરું આદિ બીજને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खु पडिग्गहाओ कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा णीहरइ, णीहरावेइ, णीहरियं आहट्ट, देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू पडिग्गहाओ पुढविकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત પૃથ્વીને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू पडिग्गहाओ आउकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત પાણી કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
३६ जे भिक्खू पडिग्गहाओ तेउकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત અગ્નિકાયને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ-સાધ્વીઓએ પાત્રની ગવેષણા કરતી વેળાએ નિમ્નોક્ત વાતો ધ્યાનમાં રાખવી આવશ્યક