Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૫
| | ૨૨૫ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને વસ્ત્ર, પાત્ર, બલ, પાદપ્રાંછન આપે કે આપનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू संसत्तस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा કચ્છ, કચ્છત વા સારૂ I ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તના વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू णितियस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને વસ્ત્ર, પાત્ર, કંબલાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू णितियस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકના વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આહારાદિની જેમ પાર્થસ્થ સાથે વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોચ્છનનું આદાન-પ્રદાન કરવું સાધુને કલ્પતું નથી. ઉપલક્ષણથી કોઈ પણ ઉપકરણની આપ-લે સાધુ પાર્શ્વસ્થ આદિ શ્રમણો સાથે ન કરે. આ સૂત્રોનું વિવેચન પૂર્વ સૂત્રો પ્રમાણે જાણવું. ગવેષણા વિના સ્ત્રાદિનું ગ્રહણ:४५ जे भिक्खू जायणावत्थं वा णिमंतणावत्थं वा अजाणिय, अपुच्छिय, अगवेसिय पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । से य वत्थे चउण्ह अण्णयरे सिया, तं जहाणिच्चणियंसणिए मज्जणिए छण्णूसविए रायदुवारिए । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી યાચિત વસ્ત્ર તથા નિમંત્રિત વસ્ત્રને જાણ્યા વિના, પૂછયા વિના, ગવેષણા કર્યા વિના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તે વસ્ત્ર ચાર પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. જેમ કે– (૧) પહેરવા, ઓઢવા, પાથરવામાં નિત્ય કામમાં આવનાર વસ્ત્ર. (૨) સ્નાન કરવાના સમયે પહેરવાના વસ્ત્ર અથવા અલ્પ સમય માટે ઉપયોગમાં આવતા વસ્ત્ર (૩) ઉત્સવમાં જવાના સમયે પહેરવાના વસ્ત્ર. (૪) રાજ સભામાં જવા સમયે પહેરવાના વસ્ત્ર. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્ર કેવા પ્રકારનું છે તે જોયા–જાણ્યા વિના ગ્રહણ કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. HTTTહ્યું મળવત્થ:- યાચનાવસ્ત્ર. નિમંત્રિત વસ્ત્ર. આ સત્રમાં સાધને વસ્ત્રની પ્રાપ્તિ બે રીતે થાય છે, તેનું કથન છે– (૧) ભિક્ષુ યાચના કરે કે હે ગૃહપતિ ! તમારી પાસે અમારા યોગ્ય કોઈ