Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ર૫ર |
શ્રી નિશીથ સત્ર
ભાવાર્થ - જે સાધ્વી સમાન આચારવાળી સાધ્વીજીઓને, પોતાના ઉપાશ્રયમાં(જગ્યા) સ્થાન હોવા છતાં રહેવા માટે સ્થાન ન આપે કે ન આપનારનું અનુમોદન કરે, તેને લઘુમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમાન આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન હોવા છતાં રહેવાની જગ્યા ન આપવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સરિસરૂ:- સદશ સાધુ. જે સમાન સમાચારીવાળા હોય, અચલક આદિ ૧૦ કલ્પોમાં સમાન હોય અને સદોષ આહાર, ઉપધિ, શય્યા અને શિષ્યાદિને ગ્રહણ કરતા ન હોય, તે બધા “સદશ સાધુ” કહેવાય છે. તે સદેશ સાધુઓને પોતાના ઉપાશ્રયમાં જગ્યા હોય તો અવશ્ય સ્થાન દેવું જોઈએ.
કોઈ આપત્તિને કારણે આગંતુક સાધુ જો અસદશ હોય તો તેઓને પણ અવશ્ય સ્થાન દેવું જોઈએ. સ્થાન હોવા છતાં પણ સ્થાન આપવામાં ન આવે તો શાસનની અવહેલના થાય છે અને સંયમ ભાવોની હાનિ થાય છે, રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે; તેથી આ પ્રકારનું વર્તન કરનાર સાધુ કે સાધ્વીને આ સૂત્રો અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. માલાપહત દોષયુક્ત આહાર ગ્રહણઃ१९ जे भिक्खू मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મેડા ઉપર રહેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - માડું:- મેડા વગેરે ઊંચા સ્થાન પર રાખેલા આહારને ઉતારીને આપવામાં આવે તો, તે માલોપહૃત દોષયુક્ત આહાર કહેવાય છે. ચૂર્ણિમાં તેના, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ કરીને કહ્યું છે કે આ પ્રાયશ્ચિત્ત કથન ઉત્કૃષ્ટ માલાપહતની અપેક્ષાએ સમજવું જોઈએ જેમ કે–સુત્તનિપાતો ડોલમિ, સં પંથમાસું હવેળા –ભાષ્ય ગાથા–૫૯૫ર. નિસરણી આદિની સહાયતાથી વસ્તુને ઉતારી શકાય તેવા ઊંચા સ્થાનોના તથા તેવી જ જાતના નીચેના તલઘર આદિ સ્થાનોના આહારને માલાપહત સમજવા જોઈએ.
ઊંચેથી આહાર લેવા નિસરણી ઉપર ચઢે તો ક્યારેક નિસરણી સરકી જાય, ચઢવા-ઊતરવામાં પડી જાય, દાતાના હાથ-પગ આદિ ભાંગી જાય, સાધુની અપકીર્તિ થાય, આ રીતે પડવાથી ઘણા જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના થાય છે, ઇત્યાદિ અનેક દોષોની સંભાવના રહે છે.
માલાપહત આહારનો દશ, અ.–૫, ઉ–૧માં તથા આચા, શ્ર.-૨, અ-૧, ઉ.–૭માં સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે પિંડ નિર્યુક્તિમાં તેની ગણના ઉદ્ગમ દોષમાં કરી છે.
સામાન્ય ઊંચા સ્થાન કે જેના ઉપરથી વસ્તુ ઉતારતા પડી જવાની સંભાવના ન હોય, સ્થિર અને મજબૂત નિસરણી આદિ હોય, તો તેવા સ્થાનેથી ઉતારીને અપાતો આહાર માલોપહૃત દોષવાળો કહેવાતો નથી. આચા. સૂત્ર, શ્રત.-૨, એ.-૧, ઉ.-૭, સુ. ૧/૨ માં આ સંબંધમાં વિસ્તૃત વિવેચન છે.