Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
વિવિધ સ્થાનો જોવા જવાથી થતા દોષો - તે સ્થાનો જોતાં તેમાં રાગ-દ્વેષ થાય અને તેથી કર્મબંધ થાય, વિવિધ સ્થાનો જોવા જવામાં દષ્ટિજા ક્રિયા લાગે છે. જે સ્થાનો જોવા જાય ત્યાં રહેલા જલચર, સ્થળ ચર, ખેચર વગેરે પ્રાણીઓ સાધુને જોઈ ત્રાસ પામે, વ્યાકુળ અને ભયભીત બનીને દોડાદોડી કરે, ખાવા-પીવાનું છોડી દે તો અંતરાય લાગે વગેરે અનેક આપત્તિઓ થાય છે, માટે સાધુએ વિષયેચ્છાથી નિવૃત્ત થઈ શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ.
નવમાં ઉદ્દેશકમાં રાજા-રાણીને જોવા જવા પગલું પણ ઉપાડેતો તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે જ્યારે આ ઉદ્દેશકમાં વિવિધ સ્થળો જોવા જવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુએ આવા સંકલ્પોનો નિરોધ કરી સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહેવું જોઈએ. આહાર-પાણી રાખવાની કાલ મર્યાદા:३२ जे भिक्खू पढमाए पोरिसीए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवाइणावेइ, उवाइणावेंतं वा साइजइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ; આ ચાર પ્રકારના આહારને અંતિમ ચોથા પ્રહર પર્યત રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ પ્રહરના ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહરમાં રાખવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બૃહત્કલ્પ સૂત્રના ચોથા ઉદ્દેશકમાં પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહર પર્યત રાખવા અને વાપરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ પ્રાયશ્ચિત્ત વિધાન સ્થવિરકલ્પી સાધુના નિયમાનુસારી છે, કારણ કે જિનકલ્પી સાધુ પ્રથમ પ્રહરના આહાર-પાણી ચોથા પ્રહરમાં રાખે અથવા વાપરે. તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર પાણીને ચોથા પ્રહર સુધી રાખવામાં કે વાપરવામાં કાલાતિક્રાંત દોષનું સેવન થાય છે, સાધુની સંગ્રહવૃત્તિનું પોષણ થાય છે. ક્યારેક આહારમાં કીડી વગેરે ચડી જાય, તો અનેક પ્રકારે વિરાધનાની સંભાવના છે, તેથી સાધુ તથા પ્રકારની પ્રવૃત્તિ કરે નહીં. આહાર ગ્રહણની ક્ષેત્ર મર્યાદા:३३ जे भिक्खू परं अद्धजोयणमेराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवाइणावेइ उवाइणावेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી બે ગાઉની ક્ષેત્રમર્યાદાનું ઉલ્લંઘન કરી(બે ગાઉથી વધુ દૂર) અશનાદિ ચાર પ્રકારના આહારને લઈ જાય કે લઈ જનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આહારાદિ લઈ જવા કે લાવવાની ક્ષેત્ર મર્યાદાનું ઉત્કૃષ્ટમાપ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬માં કહ્યું છે. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪ સૂ. ૧૭માં અર્ધ યોજનથી આગળ આહાર લઈ જવાનો તથા વાપરવાનો