Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૬ ]
શ્રી નિશીથ સૂત્ર
અધિક પાત્ર આપવા ન આપવા :|६ जे भिक्खू अइरेगं पडिग्गह खुड्गस्स वा खुड्डियाए वा थेरगस्स वा थेरियाए वा अहत्थच्छिण्णस्स अपायच्छिण्णस्स अकण्णच्छिण्णस्स अणासाच्छिण्णस्स अणोठ्ठच्छिण्णस्स सक्कस्स देइ, देत वा साइज्जइ । ભાવાર્થ - જે (ગણપ્રમુખ) સાધુ કે સાધ્વી જેઓના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયેલા નથી તેવા બાળ, વૃદ્ધ સાધુ-સાધ્વી તથા સશક્ત સાધુ-સાધ્વીને અધિક પાત્ર રાખવાની અનુજ્ઞા આપે કે આપનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू अइरेगं पडिग्गह, खुड्डगस्स वा खुड्डियाए वा थेरगस्स वा थेरयाए वा हत्थच्छिण्णस्स, पायच्छिण्णस्स, कण्णच्छिण्णस्स, णासच्छिण्णस्स, ओट्ठच्छिण्णस्स, असक्कस्स ण देइ, ण देत वा साइज्जइ । ભાવાર્થ- ગણપ્રમુખ) સાધુ કે સાધ્વી જેઓના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયેલ હોય તેવા બાળ, વૃદ્ધ સાધુ-સાધ્વીને તથા અશક્ત સાધુ-સાધ્વીને અતિરિક્ત પાત્ર રાખવાની અનુજ્ઞા ન આપે કે આજ્ઞા ન આપનારનું અનુમોદન ન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સશક્ત-અસક્ત સાધુને કલ્પ મર્યાદાથી અધિક પાત્ર રાખવાની આજ્ઞા આપવા કે ન આપવાનું ગણપ્રમુખાદિ માટેનું પ્રાયશ્ચિત્ત કથન છે. ઉ ત્ત:-નવ વર્ષથી ૧૬વર્ષની ઉમર સુધીના સાધુકે સાધ્વી બાળ વયવાળા કહેવાય છે. તેઓને આગમમાં
કે કદર કહ્યા છે. વે સ:- સ્થવિરના ત્રણ પ્રકાર છે– (૧) વયથી (૨) જ્ઞાનથી અને (૩) સંયમ પર્યાયથી. પ્રસ્તુતમાં ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સ્થવિરનું કથન છે, તેમ સમજવું. હલ્થ છિન્નલ્સ..... - સૂત્રમાં હાથ, પગ, ઓષ્ઠ, નાક અને કાન છેદાયેલા હોય, તેવા સાધુનું કથન છે. ઉપલક્ષણથી સાધુ કોઈ પણ પ્રકારે વિકલાંગ હોય, તેનું આ સૂત્રમાં ગ્રહણ થઈ જાય છે. વિકલાંગોને દીક્ષા આપી શકાતી નથી, પરંતુ સંયમ લીધા પછી કોઈ કારણથી સાધુ-સાધ્વી વિકલાંગ થઈ ગયા હોય તેની અપેક્ષાએ પણ આ કથન છે, તેમ સમજવું જાઈએ.
- અશક્ત- જે ભિક્ષુ વિકલાંગ નથી, પરંતુ અશક્ત છે અર્થાત્ નિરંતર વિહારથી થાકેલા, રોગથી ઘેરાયેલા કે અન્ય કોઈ પરીષહથી ગભરાયેલા સાધુ કે સાધ્વીને અહીં અશક્ત કહ્યા છે. આ સૂત્રનો ભાવાર્થ બે રીતે થાય છે.
૧. બાળ કે વૃદ્ધ સાધુ-સાધ્વી કે જે અસક્ત અથવા વિકલાંગ હોય તેને અધિક પાત્ર દઈ શકાય છે, પરંતુ તરુણ, અવિકલાંગ, સશક્ત બાળ કે વૃદ્ધને અધિક પાત્ર આપી શકાતા નથી.
૨. આદિ અને અંતના કથનથી મધ્યનું ગ્રહણ થઈ જાય તે ન્યાયથી બાળ અને વૃદ્ધના કથનથી આબાલ-વૃદ્ધ કોઈ પણ સાધુ-સાધ્વી વિકલાંગ કે અશક્ત હોય તો તેને અધિક પાત્ર દઈ શકાય છે, પરંતુ