Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૧
૧૬૩
વિવેચનઃ
લવણ આદિનો સંગ્રહ કરવાનો નિષેધ દશ., અ.-૬, ગાથા-૧૮, ૧૯માં છે અને આહારાદિ પાસે રાખવાનો નિષેધ અન્ય અનેક આગમોમાં છે. રાત્રે વાપરવાથી અથવા રાત્રે રાખેલા પદાર્થને દિવસે વાપરવાથી પણ મૂળ ગુણરૂપ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો ભંગ થાય છે. બધા પ્રકારના રાત્રિ ભોજનનું પ્રાયશ્ચિત્ત વિધાન સૂત્ર–ર૦ થી ૨૩ સુધીની ચૌભંગીમાં સમાવિષ્ટ છે.
પ્રસ્તુત સૂત્રમાં પુનઃ રાત્રિ ભોજન સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેનું કારણ એ છે કે અશન, પાન, આદિ પદાર્થ ભૂખ-તરસને શાંત કરનારા છે, પરંતુ લવણાદિ પદાર્થોમાં તે ગુણ નથી. આ ભિન્નતાના કારણે તેનું પૃથક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પિવૃતિ– ઔષધિ વિશેષ–પીપર, પીપરી મૂળ. ખિરીય– (મરચું–મરી) આ અનેક પ્રકારના હોય છે. લાલ મરચા, કાળા મરી, ધોળા મરી. અનેક પ્રતિઓમાં મિરીય મિરીયન્તુળ વા આ શબ્દો પ્રાપ્ત થતાં નથી, પરંતુ ચૂર્ણિકારની સામે આ શબ્દ મૂળ પાઠમાં હતા, એમ પ્રતીત થાય છે. તેથી આ શબ્દોને મૂળ પાઠમાં ગ્રહણ કર્યા છે. પીપર અને મરી(મરચા) બંને સચિત્ત પદાર્થ છે, પરંતુ અનેક સ્થાને આ પદાર્થ શસ્ત્ર પરિણત પણ પ્રાપ્ત થાય છે.
सिंगबेरं : :– આદુ સૂકાઈ જાય ત્યારે સૂંઠ કહેવાય છે, જે અચિત્ત છે. સૂત્રોક્ત પીપર આદિ આ ત્રણે ય પદાર્થના અચિત્ત ચૂર્ણ પણ અનેક સ્થાને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે.
વિત્ત વા તોળ :- પકાવેલું મીઠું, ધ્મિય વા તોળ – અન્ય શસ્ત્ર પરિણત મીઠું. આ બંને પ્રકારનું મીઠું અચિત્ત છે.
બાલમરણની પ્રશંસા ઃ
| ३८ जे भिक्खू गिरिपडणाणि वा मरुपडणाणि वा भिगुपडणाणि वा तरुपडणाणि वा गिरिपक्खंदणाणि वा मरुपक्खंदणाणि वा भिगुपक्खंदणाणि वा तरुपक्खंदणाणि वा जलपवेसाणि वा जलणपवेसाणि वा जलपक्खंदणाणि वा जलणपक्खंदणाणि वा विसभक्खणाणि वा सत्थोपाडणाणि वा वलयमरणाणि वा वसट्टमरणाणि वा तब्भवमरणाणि वा अंतोसल्लमरणाणि वा वेहाणसमरणाणि वा गिद्धपुट्ठमरणाणि वा अण्णयराणि वा तहप्पगाराणि बालमरणाणि पसंसइ, पसंसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अनुग्धाइयं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) પર્વત પરથી પડીને કે દશ્ય સ્થાન પરથી પડીને (૨) મરુભૂમિ પર પડીને અથવા અદશ્ય સ્થાન પરથી પડીને (૩) ખાઈ-કૂવા આદિમાં પડીને (૪) વૃક્ષ ઉપરથી પડીને (૫) પર્વત ઉપરથી કે દશ્ય સ્થાન પરથી કૂદકો મારીને (૬) મેરુભૂમિમાં અથવા અદશ્ય સ્થાન પરથી કૂદકો મારીને (૭) ખાડાવાળા કૂવા આદિમાં કૂદીને પડીને (૮) વૃક્ષ ઉપરથી કૂદીને (૯) જલમાં પ્રવેશ કરીને (૧૦) અગ્નિ સ્નાન કરીને (૧૧) જલમાં કૂદી પડીને (૧૨) અગ્નિમાં કૂદી પડીને (૧૩) વિષભક્ષણ કરીને (૧૪) તલવાર આદિ શસ્ત્રના વાર કરીને (૧૫) ગળું દબાવીને (૧૬) વિરહ વ્યથાથી પીડિત થઈને