Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૨
| ૧૭૫]
वा मत्तेण वा दविएण वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના કે અન્યતીર્થિકના સચિત્ત જળ પરિભોગના અર્થાત્ સચિત્ત પાણીના વપરાશના કારણે ભીના હાથ, માટીના વાસણ, કડછી કે ધાતુના વાસણથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પાણીના વપરાશવાળા ભીના પાત્ર આદિથી આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
કોઇ મત્તા સવોનાં રિમુનિ તે બિલકુ ા પતિ ચૂર્ણિ. ગૃહસ્થ જે વાસણથી પાણી લેતા કે પીતા હોય તે વાસણ દ્વારા સાધુને ખાદ્ય પદાર્થ આપે, તો સાધુને તે આહાર લેવો કલ્પ નહિ. પશ્ચાત્ કર્મદોષ - પૂર્વ સૂત્રમાં દાતા ભિક્ષા દેતા પહેલાં હાથ, વાસણ આદિ ધોઈને આપે તો તે પ્રકારના આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને આ સૂત્રમાં ગૃહસ્થ સચેત પાણીથી કાર્ય કરી રહ્યા હોય ત્યારે હાથ આદિ ભીના હોય, તે ભીના હાથથી કે ભીના વાસણથી ભિક્ષા આપે તો પાણીના જીવોની વિરાધના થાય છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. પાણીનું કાર્ય કરતાં ગૃહસ્થ ભીના હાથથી સાધુને વહોરાવ્યા પછી પુનઃ તે જ કામ કરે, તો પાણીના જીવની પુનઃ વિરાધના થાય અને પશ્ચાત્ત કર્મ દોષ લાગે છે તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. વિવિધ સ્થાનોનું દર્શન - १६ जे भिक्खू- वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्ढाओ वा दरीओ वा कूडागाराणि वा णूमगिहाणि वा रुक्खगिहाणि वा पव्वयगिहाणि वा रुक्खं वा चेइय कडं, थूभं वा चेइयं कडं, आएसणाणि वा आयतणाणि वा देवकुलाणि वा सहाओ वा पवाओ वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा जाणसालाओ वा सुहाकम्मंताणि वा दब्भकम्मंताणि वा वद्धकम्मंताणि वा वक्ककम्मंताणि वा वणकम्मंताणि वा इंगालकम्मंताणि वा कट्ठकम्मंताणि वा सुसाणकम्मंताणि वा संतिकम्मंताणि वा गिरिकम्मंताणि वा कंदरकम्मंताणि वा सेलोवट्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ખેતર (૨) ખાઈ (૩) કોટ (૪) તોરણ (૫) આગળીયો (૬) આગળીયાનું બંધન (૭) ખાડા (૮) ગુફા (૯) કૂટ જેવા મહેલ (૧૦) તલઘર (૧૧) વૃક્ષગૃહ (૧૨) પર્વતગૃહ (૧૩) દેવાધિષ્ઠિત વૃક્ષ-વૃક્ષનું ચેત્યાલય (૧૪) સૂપનું ચેત્યાલય (૧૫) લુહારશાળા (૧૬) ધર્મશાળા (૧૭) દેવાલય (૧૮) સભાગૃહ (૧૯) પરબ (૨૦) દુકાન (૨૧) ગોદામ (રર) યાનગૃહ (૨૩)