Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી નિશીથ સૂત્ર
તેવો ભય રહેતો નથી. કાષ્ઠપાત્ર અને તુંબડાપાત્રનું વજન પણ ઓછું હોય છે. લોખંડાદિ ધાતુના બંધનવાળા પાત્ર મૂલ્યવાન હોય છે અને વજનદાર પણ હોય છે, તેથી ચોરાઈ જવાનો સતત ભય રહે છે માટે સાધુને લોખંડ આદિ કોઈપણ ધાતુના કે ચામડાંના પાત્ર રાખવાનો સાધુ માટે નિષેધ છે.
૧૫૦
પ્રતોમાં પ્રાપ્ત થતાં પાઠાંતર :– આ સૂત્રગત પાત્ર સંબંધી ધાતુઓના નામ તથા તેના ક્રમ પ્રતોમાં ભિન્ન-ભિન્ન જોવા મળે છે. સર્વ પ્રતોના પાઠ ભેગા કરતા રર નામો થાય છે, આ પ્રમાણે છે– (૧) અયપાળિ (૨) સંનપાયાખિ (૩) તકયપાયાખિ (૪) સુવળપાયાખિ (૫) લપાયાખિ (૬) ષિપાયાખિ (૭) વંતપાયાળિ (૮)સિંનપાયાબિ(૯) સંસ્થપાયા (૧૦) ચમ્મપાયાબિ(૧૧) શ્વેતપાયાબિ(૧૨)વરપાયાખિ । (૧૩) સીસ-પાયા િ (૧૪) રુપ્પપાયાગિ (૧૫) નાયલપાયાખિ (૧૬) પગપાયખિ (૧૭) વિળયાવાળ (૧૮) વિપાયા (૧૯) હારપુડપાયા (૨૦) જાવાવાળ (1) સેલપાયાબિ (૨૨) પાવાનિ । નિશીય સૂત્રની એક પ્રતમાં અવાજ આ તપ્વારા પાયા રે તું જા સાફ આવું એક અધિક સૂત્ર પણ જોવા મળે છે.
આચારાંગ સૂત્ર તથા પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ધાતુપાત્રના ૧૭ પાત્રનો નામોલ્લેખ છે અને અન્ય પાત્રોને અન્નવર િવદ વાષિ શબ્દ દ્વારા ગ્રહણ કર્યા છે. તેથી અહીં ૧૭ નામ ગ્રહણ કર્યા છે. તે સિવાયના પાંચ નામો ૧૭ નામોમાં સમાવિષ્ટ થઈ જાય છે, જેમ કે– (૧) રુપ્પનો હિપ્ન માં, (૨-૩) આવલ અને ગન નો સુવપ્ન માં, (૪-૫)મં અને વર નો પુષ્ઠ માં સમાવેશ થઈ જાય છે.
અહીં પાત્ર, પાત્ર બંધનના નિષેધ સંબંધી રેફ તથા પર્ આ બે ક્રિયાપદથી ચાર સૂત્ર આપ્યા છે. જ્યારે કેટલીક પ્રતોમાં પરિશ્રુંગ ક્રિયાપદથી બીજા બે સૂત્ર ગ્રહણ કરીને છ સૂત્ર જોવા મળે છે. ચૂર્ણિમાં ચાર સૂત્ર હોવાથી અહીં ચાર સૂત્ર ગ્રહણ કર્યા છે.
હારપુક :– લોખંડ, સોના ચાંદી, આદિના પાત્ર વિશેષ કે જે મોતી, આદિથી સુશોભિત હોય અર્થાત્ મોતી રત્નાદિથી જડિત લોખંડાદિ પાત્રને હારપુ કહે છે.
પાયાણિ રે, ગંધબિર – લોખંડ વગેરેના બંધનવાળા પાત્ર બનાવવા અર્થાત્ કાષ્ઠ વગેરેના પાત્ર પર લોખંડાદિના તારથી બંધન બાંધવા. સૂત્રમાં લોખંડના બંધન કરવાનું કથન છે પરંતુ બાંધવાની ક્રિયાના આધારભૂત પાત્રનું કથન નથી, તેથી પાત્ર શબ્દને અહીં કૌંસમાં ઈટાલી ટાઈપમાં રાખ્યો છે. પાત્ર ગવેષણાની ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન :
५ जे भिक्खू परं अद्धजोयणमेराओ पायवडियाए गच्छइ, गच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાત્રને ગ્રહણ કરવાની ઇચ્છાથી (ગવેષણા માટે) અર્ધયોજનથી દૂર જાય કે જનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू परं अद्धजोयणमेराओ सपच्चवायंसि पायं अभिहडं आह देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોઈ બાધાજનક પરિસ્થિતિમાં અર્ધયોજન કરતાં વધુ દૂરથી સામે લાવેલા પાત્રને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.