Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૫
[ ૯૭]
કહેવાય છે, સાધુ માટે તે અકલ્પનીય છે. ભાષ્યકારે ચાર પ્રકારની ઔદેશિક શય્યા બતાવી છે.
जावइयं उद्देसो, पासंडाणं भवे समुद्देसो ।
समणाणं तु आदेसो, णिग्गंथाणं समादेसो ॥२०२०॥ (૧) યાત્રિકો, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ ભિખારી આદિ સર્વના નિમિત્તે ધર્મશાળા, મકાન આદિ બનાવ્યા હોય તે. (૨) અન્યતીર્થિક સંન્યાસીઓ, પાખંડીઓના નિમિત્તે મકાન આદિ બનાવવામાં આવ્યા હોય તો તે ઔદેશિક શયા કહેવાય છે. આ બે પ્રકારના ઔદેશિક મકાન નિર્માણ થયા પછી બ્રાહ્મણ, અતિથિ, સંન્યાસી વગેરે
ત્યાં નિવાસ કરી ગયા હોય અને પછી નિગ્રંથ સાધુ તેમાં પ્રવેશ કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ તેવા મકાનમાં નિગ્રંથ સાધુ પ્રથમ પ્રવેશ કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) નિગ્રંથ, શાક્ય–બૌદ્ધ, તાપસ, ઐરિક અને આજીવિક શ્રમણ, આ પાંચ પ્રકારના શ્રમણના નિમિત્તે કોઈ ગૃહસ્થ મકાન બનાવ્યું હોય તો તે “સાવધક્રિયા' દોષ યુક્ત શય્યા કહેવાય છે. આ પાંચ પ્રકારના શ્રમણોમાં “નિગ્રંથ” શબ્દથી જૈન સાધુનું પણ ગ્રહણ થઈ જાય છે. શ્રમણ માટે મકાન બનાવવામાં જૈન સાધુ પણ નિમિત્તરૂપ છે, તેથી તેને “સાવધક્રિયા' નામના દોષવાળી શય્યા કહેવામાં આવે છે. આ શય્યા સાધુ માટે અકલ્પનીય છે, તેમાં પ્રવેશ કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૪) નિગ્રંથ સાધુ એટલે જૈન સાધુના નિમિત્તે જ કોઈ ગૃહસ્થ મકાન બનાવે તો તે મહાસાવધ' ક્રિયા દોષ યુક્ત શા કહેવાય છે. તે શય્યા આધાકર્મ દોષ યુક્ત છે. સાધુ માટે તે અકલ્પનીય છે, તેમાં પ્રવેશ કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાહિત્ય - સપ્રાકૃતિક દોષ યુક્ત શય્યા. આહાર વિષયક 'ઉદ્ગમ'ના સોળ દોષ છે. તેમાં છઠ્ઠો પાદુડિયા નામનો દોષ છે. તે દોષ અહીં શય્યા માટે સમજવો જોઈએ. ગૃહસ્થ પોતાના માટે જ મકાનનું નિર્માણ કરતાં હોય પરંતુ સાધુ આવવાના હોય તો તેને લક્ષ્યમાં રાખી નિર્માણ સમયને આગળ-પાછળ કરે કે શીધ્ર કરે અર્થાત્ પાંચ દિવસનું કાર્ય એક દિવસમાં પૂરું કરે તો તે મકાનને સપાહુડ શવ્યા કહેવામાં આવે છે. તે મકાન પાઉડદોષથી દૂષિત છે. ભાષ્યમાં બાદર પાડિયા દોષ અને સૂક્ષ્મ પાડિયા દોષ એમ બે પ્રકાર બતાવ્યા છે. બાદર પાહુડિયા દોષની ભાષ્યગાથાબાદર પાહડિયા દોષ -વિલન છાવળ તેવો જ, પૂનમે પડુ પાડયા .
સfખ હિસ , તેને ય બાળા ! ૨૦૨૬ II અર્થ- સગ-હિલ અર્થાત સમયને આગળ-પાછળ કરી મકાન સંબંધી નિમ્નોક્ત કાર્ય કરે. વિદ્ધસ-મકાનના કોઈ ભાગને પાડવો, છાવ- કોઈ ભાગ પર આવરણ કરવું, લીંપણ લીંપવું, રંગ-રોગાન કરાવવા, ભૂમિને– વિષમ ભૂમિને સમ કરવી, મકાન બનાવતા હોય અને સાધુ આવવાના છે તે જાણી ઉપરોક્ત કાર્ય જલદી કરે કે, થોડા સમય પછી વિલંબથી કરે તો તેને સ્થલ પાડિયા દોષ કહેવામાં આવે છે. સુથમ પાડિયા દોષ :- સના વરિલીયા, ૩વર્તવા પુખ વીવણ જેવા
ओसक्कण उस्सक्कण, देसे सव्वे य णायव्वा ॥२०३१॥