Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૬ ]
શ્રી નિશીથ સૂત્ર
अद्ध वा राई:- अद्धं राईए दो जामा, 'वा' विकप्पेण एगं जामं । चउरो जामा कसिणा राई वा વિખે રિષિ ગામ - ચૂર્ણિ. સંપૂર્ણ રાત્રિ ચાર યામ(પ્રહર)ની હોય છે. અર્ધરાત્રિ બે પ્રહરની હોય છે. વા વિકલ્પથી એક પ્રહર કે ત્રણ પ્રહર રાત્રિનું ગ્રહણ થાય છે. સંવલાવેડ-સંવાદ એટલે ઉપાશ્રયમાં વાસ કરાવે. કોઈ સ્ત્રીને ઉપાશ્રયમાં રાત્રિવાસ માટે નિમંત્રણ આપવું અથવા કોઈ સ્ત્રી સ્વતઃ સ્ત્રીવાસ માટે આવે તો તેને ‘ના’ ન કહે તો તે મૌન સંમતિ જ ગણાય માટે આ બંનેમાંથી કોઈ પણ રીતે સ્ત્રીઓ ઉપાશ્રયમાં રાત્રિવાસ કરે તો તે 'સંવસાવેઈ’ કહેવાય અને આ સૂત્રથી તત્ સંબંધી પ્રાયશ્ચિત્ત આવે છે.
નિશીથ સૂત્રની કેટલીક પ્રતિઓમાં ‘ના’ ન પાડવા સંબંધી ન પડિયાર ક્રિયાપદથી એક સૂત્ર અલગ જોવા મળે છે. ‘ના’ ન પાડવાનો સમાવેશ સંવાદમાં થઈ જતો હોવાથી તથા ચૂર્ણિમાં તે સૂત્ર નથી માટે તે સૂત્ર અહીં આપ્યું નથી. રાત્રિમાં સ્ત્રી સાથે ગમનાગમન - |१३ जे भिक्खू णायगंवा अणायगंवा उवासयं वा अणुवासयं वा अंतो उवस्सयस्स अद्ध वा राई, कसिणं वा राई संवसावेइ, तं पडुच्च णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે ભિક્ષુ સ્વજન-અન્ય જનની ઉપાસિકા–અનુપાસિકા સ્ત્રીને અર્ધ(અપૂર્ણ) રાત્રિ કે પૂર્ણરાત્રિ ઉપાશ્રયમાં રાત્રિવાસ કરાવે અને તેના નિમિત્તે ગમનાગમન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રાજમહોત્સવમાંથી આહાર ગ્રહણઃ१४ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं- समवाएसु वा पिंडणियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूयमहेसु वा जक्खमहेसु वा णागमहेसु वा थूभमहेसु वा चेइयमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा णइमहेसु वा सरमहेसु वा सागरमहेसु वा आगारमहेसु वा; अण्णयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (૧) મેળો, (૨) પિતૃભોજન, (૩) ઇન્દ્ર મહોત્સવ, (૪) સ્કન્દમહોત્સવ, (૫) રુદ્ર મહોત્સવ, (૬) વાસુદેવ મહોત્સવ,(૭) ભૂત મહોત્સવ, (૮) યક્ષ મહોત્સવ, (૯) નાગ મહોત્સવ, (૧૦) સૂપ મહોત્સવ, (૧૧) ચૈત્ય મહોત્સવ, (૧૨) વૃક્ષ મહોત્સવ, (૧૩) પર્વત મહોત્સવ, (૧૪) ગુફા મહોત્સવ, (૧૫) કૂપ મહોત્સવ, (૧૬) તળાવ મહોત્સવ, (૧૭) જળાશય મહોત્સવ, (૧૮) નદી મહોત્સવ, (૧૯) સરોવર મહોત્સવ, (૨૦) સમુદ્ર મહોત્સવ, (૨૧) ખાણ મહોત્સવ તથા તેવા કોઈ પણ પ્રકારના મહોત્સવોમાં મૂર્ધાભિષિક્ત શુદ્ધવંશીય ક્ષત્રિય રાજાના નિમિત્તે બનેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,